નવસારી-ગણદેવી રોડ પર ઈટાળવા ગામે દારૂ ભરેલી કારે મોપેડને ઉડાવતાં એકનું મોત

0
0

સુરતઃનવસારી- ગણદેવી રોડ પર ઇટાળવા ગામની નહેર નજીક વિદેશી દારૂ ભરેલી કારે મોપેડ ચાલકોને ઉડાવ્યા હતાં. કાર અને મોપેડ વચ્ચે સર્જાયેલા એક્સિડન્ટમાં સુરતના એક યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 3 ઇસમોને ગંભીર ઇજા પામતા નવસારી સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. બીજી તરફ એક્સિડન્ટ સર્જ્યા બાદ બુટલેગર કાર મૂકી ફરાર થઈ ગયાં હતાં. હાલ નવસારી એલસીબી પોલીસે કારનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here