Tuesday, September 21, 2021
Homeનવસારી : જલાલપોર તાલુકા નાં પત્રકારો ને મારી નાખવા ની આપી...
Array

નવસારી : જલાલપોર તાલુકા નાં પત્રકારો ને મારી નાખવા ની આપી ધમકી

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાનાં પત્રકાર ન્યુઝ ટુડે અને લાઈવ ગુજરાત પત્રકારને જાનથી મારી લાખવાંની ધમકી મળતાં પોલીસ ફરિયાદ
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં પત્રકાર તરીખે ફરજ બજાવતાં સાજીદ સૈયદ અને ઈરફાન સૈયદ નામના પત્રકાર ને જાનથી મારી નાખવા ની ધમકી મળતાં વેસ્મા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તા:20મી ના રોજ પોલીસે જે રેડ કરી હતી જેમાં 12 જેટલા જુગારીઓને ઝડપી પાડેલા તે દરમ્યાન  પત્રકાર તરીકેની કામગીરી કરી રહ્યા તે બાબત ને ધ્યાનમાં રાખી તા- 20 ના પકડાયેલા આરોપી માનો એક આરોપી નામે કાંતી રાઠોડ . રહે આરક – સિસોદ્રા જેને તા – 21 મીના રોજ કાયદાકીય રીતે જામીન મળતા વેસ્મા આઉટ પોસ્ટના બહાર નીકળી તેઓને બોલાવી  અપ-શબ્દો બોલી તેમજ  સિસોદ્રા વિસ્તારમાં ન આવવાં અને જાનથી મારવાની ધમકી આપી હતી . આ વાત ની જાણ વેસ્મા પોલીસ સ્ટેશન માં કરતા તે આરોપી નાસી ગયેલ હતો. તે વ્યક્તિ થી જાન નો ખતરો હોવાના આશય થી પોલીસ ફરિયાદ કરીને કાયદેસર ની કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.
રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી, નવસારી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments