નવસારી-સુરત રોડ પર મરોલી સુગરમાં ચોરી કરવા આવનાર યુવકને વૃક્ષ સાથે બાંધીને માર મરાયો

0
53

સુરતઃ નવસારી-સુરત રોડ પર આવેલા મરોલી સુગર ફેક્ટરીમાં ચોરી કરતા ત્રણ ચોરો પૈકી એક ઇસમ સિક્યોરિટીના હાથે ઝડપાયો હતો. આ ચોરને વૃક્ષ સાથે બાંધીને માર મારતા વીડિયો ઉતારાયો હતો. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે, આ બાબતે પોલીસે વીડિયોની ખરાઈ કરીને આગળનાં પગલાં ભરવા જણાવ્યું હતું.

6.04 લાખનાં મુદ્દામાલ સાથે ચોર પકડાયો

મરોલી સુગર ફેક્ટરીમાં ગતરોજ પાછળના ભાગેથી ઇલેક્ટ્રિક મટિરિયલ સહિત રૂ. 6.04 લાખનાં મુદ્દામાલ સાથે ત્રણ ચોરો પૈકી એક ચોર ગુરુમાલ સિંઘ સીકલીગર (હાલ રહે. સુરત) બાઈક સાથે પકડાઈ ગયો હતો અને એની પાસેથી ચોરીનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ ચોર પકડાઈ ગયા બાદ પોલીસને જાણ કરે તે પહેલાં સ્થાનિક લોકોએ આ ચોરને દોરડા વડે વૃક્ષ સાથે બાંધી તેને મારવાની ઘટના બની હતી. આ વીડિયોમાં કેટલાક લોકો ચોરને માર મારતા જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે મરોલી સુગર ફેક્ટરી એક વર્ષથી બંધ છે અને તેમાં ચોરી થઇ રહી હતી. તેની તપાસ કરવા જતાં ત્રણ ચોર દેખાયા હતા અને તે પૈકી એક ચોર પકડાયો હતો.

વીડિયો ચકાસી પગલાં લેવાશે

મરોલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.પી.ગરાસીયાએ જણાવ્યું હતું કે,મને વીડિયો વાયરલ થયાની ખબર પડી છે. આ વીડિયો બાબતે ચકાસણી કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.આ ઘટનાનાં બીજા ચોરોની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here