નવસારી સ્વાધ્યાય પરિવારના વનવાસી સ્મૃતિ કાર્યક્રમમાં 2 લાખથી વધુ લોકોની હાજરી

0
87

નવસારીમાં ઈંટાળવા સ્થિત પૂ. પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે પ્રેરિત સ્વાધ્યાય પરિવાર દ્વારા વનવાસી સમૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં બે લાખથી વધુ દક્ષિણ ગુજરાતના સ્વાધ્યાય પરિવારના સભ્યો જોડાયા હતા. જેમાં 1300થી વધુ ગામોના વનવાસીઓ ત્રિકાળ સંધ્યામાં ભેગા થયા હતા. જેમાં પોતાના ઘરેથી ટીફીન, ટાઈમ અને ટિકિટ (સ્વખર્ચે) લઈને આવ્યા હતા. જેમાં પોલીસકર્મીઓની ઉપસ્થિતિ વગર સ્વાધ્યાય પરિવારના યુવકોએ ટ્રાફિક સંચાલન કરીને અનોખી શિસ્ત જાળવી હતી. આદિવાસીઓએ પોતાના કુળદેવતા, સંસ્કૃતિના ટેબલો, આદિવાસી નૃત્ય પણ રજૂ કર્યા હતા.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here