નવસારી : 20મી મધરાતથી નવસારી જિલ્લા ભરમાં કેટલીઓ એસટી બસ થમ્ભી ગઈ 

0
95
ગુજરાત સરકાર હડતાળ પર ઉતરેલા એસટી વિભાગનાં કર્મચારીઓનો બે વર્ષથી 13 જેટલા પદતર પ્રશ્નોને ધ્યાને લેશે ખરા કે પછી લોલી પૉપ આપશે કે પછી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કર્મચારીઓને ખુશ કરવાં મોટો નિર્ણય લેશે . ગુજરાત ભરમાં એસટી વિભાગમાં   કામ કર્તા 45 હજાર જેટલા કર્મચારી ઓનો 13 જેટલા વિવિધ પ્રશ્નોને લઈને કર્મચારીઓ 20મી મધરાથી હડતાળ પર ઉતરતાં હજારો મુસાફરો તેમજ શાળાએ જતા વિધાર્થીઓ ને ભારે હાલાકી વેઠવી પડી હતી.
ગુજરાત એસટી વિભાગનાં કર્મચારી ઓનો 13 જેટલા મુદ્દાઓને લઈને સરકાર પાસે બે વર્ષથી વારંવાર રજૂ આત કરી પરંતુ સરકારે એસટી વિભાગમાં કામ કર્તા કર્મચારીઓની વાતો કાને નહીં લેતાં એસટી વિભાગનાં કર્મચારીઓએ 20મી મધરાતથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરતાં બસના પયદા થભી જવાને ના કારણે હજારો લોકો તેમજ શાળામાં જતા વિધાર્થીઓ રજયળા હતાં ત્યારે સરકાર સામે એસટી વિભાગનાં 13 જેટલા પ્રશ્ર્નો રાખવામાં આવ્યા છે જેમાં 7 માં પગાર પંચ તાત્કાલિક અમલ કરે , બદલી અંગેનો પરિપત્ર 2077 તાત્કાલિક રદ કરે ,પાર્ટ ટાઈમ કર્મચારીઓનો કામના કલાકોમાં વધારો કરે ,ડ્રાયવર કમ કંડકટરો પાસેથી કોઈ પણ એકજ કક્ષાની ફરજો લેવી , સેટલમેન્ટની કલમ 47 કે નો વારંવાર થતો ભંગ અટકાવવો , આવા 13 જેટલા પડતર પ્રશ્નોને લઈને એસટી વિભાગનાં કર્મચારી મધરાતથી અચોક્કસ હડતાળ પર ઉતર્યા છે ત્યારે ગુજરાત સરકાર એસટી વિભાગનાં કર્મચારીઓના 13 જેટલા પડતર પ્રશ્ર્નો ને હલ કરશે ખરા કે પછી લોલી પૉપ આપીને ખુશ કરશે કે પછી આવનાર સામી લોક સભાની ચૂંટણીને ધ્યાને લઈને કંઈક મોટો નિર્ણય લેશે એ હવે જોવા જેવું રહ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here