નવાઝુદ્દીન સિદ્દીકીએ પત્નીનાં આરોપ પર આપ્યો જવાબ, લીધો મોટો નિર્ણય

0
3
નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) એ પત્નિ આલિયા સિદ્દીકી (Aaliya Siddiqui) પર મોટા આરોપ લગાવતા નોટિસ ફટકારી છે.
નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) એ પત્નિ આલિયા સિદ્દીકી (Aaliya Siddiqui) પર મોટા આરોપ લગાવતા નોટિસ ફટકારી છે.
  • નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) એ પત્નિ આલિયા સિદ્દીકી (Aaliya Siddiqui) પર મોટા આરોપ લગાવતા નોટિસ ફટકારી છે.

મુંબઈ: હાલમાં જ નવાઝુદ્દિન સિદ્દીકી (Nawazuddin Siddiqui) અને તેની પત્ની આલિયા સિદ્દીકી (Aaliya Siddiqui) વચ્ચે કંઇ જ બરાબર ચાલતું નથી. બંનેમાં ગત લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે. આલિયાએ કેટલાંક સમય પહેલાં જ નવાઝુદ્દીનને છુટાછેડાની નોટિસ ફટકારી હતી.

આ મામલે એક્ટર તરફથી અત્યાર સુધી કોઇ જ નિવેદન આવ્યું ન હતં. પણ આશરે એકથી દોઢ મહિના બાદ આ મામલે તેણે ચુપ્પી તોડી છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ આલિયા સિદ્દીકી પર મોટો આરોપ લગાવ્યો છે.

નવાઝુદ્દીન સિદ્દીકીની સાથે તેનાં સંબંધ પર આલિયાએ ઘણી વખત નિવેદન આપ્યા છે. હવે નવાઝે પત્નીને આપવામાં આવેલાં નોટિસ પર ‘છેતરપીંડીમાં શેમેલ હોવુ’, ‘જાણી જોઇને, સુનિયોજિત માનહાની કરવાનો’ અને ‘ચરિત્રની બદનામી’ કરવાનો આરોપ લાગ્યો હતો. નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, એક્ટકરે 19 મેનાં 15 દિવસની અંદર આલિયાને નોટિસનો જવાબ આપી દીધો હતો

એક્ટરે તેનાં નોટિસમાં પત્નીએ તેનાં વિરુદ્ધ આપત્તિજનક નિવેદન આપવા અને જે હાલમાં તેમને કહ્યું છે તે અંગે લેખિતમાં સ્પષ્ટીકરણની માંગણી કરી છે.

આલિયાએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે તેનાં બાળકોની સ્કૂલની ફી આપવામાં સક્ષમ નથી. કારમ કે નવાઝે કથિત રીતે તેને માસિક ભત્થાની રકમ આપવાની બંધ કરી દીધી છે. એક્ટરનાં વકીલે આલિયાનો દાવો ખારિજ કર્યો છે.

નવાઝનાં વકીલ અદનાન શેખે વેબસાઇટ સાથે વાતચીતમાં કહ્યું કે, મારા ક્લાયન્ટ દ્વારા ઇએમઆઇ હજુ પણ ચુકવવામાં આવે છે. બાળકોનો ખર્ચો પણ ચુકવવામાં આવે છે. છુટાછેડાની નોટિસનો પણ જવાબ આપવામાં આવ્યો છે. તેણે કહ્યું હતું કેક, આ આરોપો દ્વારા નવાઝને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઇએ કે નવાઝ હાલમાં તેનાં ગામડે મુઝફ્ફરનગરનાં બઢાનામાં રહી રહ્યો છે.