Wednesday, September 22, 2021
Homeનવા મુખ્યમંત્રીને લઈને ભાજપ-સહયોગી પક્ષ એકમત નહીં, કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો રજૂ...
Array

નવા મુખ્યમંત્રીને લઈને ભાજપ-સહયોગી પક્ષ એકમત નહીં, કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો

નેશનલ ડેસ્ક: મુખ્યમંત્રી મનોહર પર્રિકરના નિધન પછી ગોવામાં બીજેપી સરકાર માટે જોખમ ઉભુ થઈ ગયું છે. બીજેપી સામે હવે પર્રિકરની જગ્યાએ નવા નેતા શોધવાનો પડકાર આવી ગયો છે. કારણ કે કોંગ્રેસ પહેલાં જ રાજ્યપાલને પત્ર લખીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરી ચૂકી છે. તેને ધ્યાનમાં રાખીને જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી રવિવારે રાતે ગોવા પહોંચી ગયા હતા અને પાર્ટી નેતાઓ સાથે બેઠક કરી હતી.તો બીજી બાજુ કોંગ્રેસે સરકાર બનાવવા માટે રાજ્યપાલની પાસે દાવો રજૂ કર્યો છે.

રવિવારે રાતે નીતિક ગડકરી સાથે મહરાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી (MGP)ના નેતા સુદિન ધવલીકરે પણ બેઠક કરી હતી. ધવલીકરે જણાવ્યું છે કે, તેઓ તેમની પાર્ટી સાથે બેઠક કરીને નક્કી કરશે કે મુખ્યમંત્રી પદનું ઉમેદવાર કોણ છે. ગોવાના મુખ્યમંત્રી પર્રિકરનું રવિવારે 63 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ છેલ્લા એક વર્ષછી પ્રેન્ક્રિયાટિક કેન્સરથી પીડિત હતા. ગોવામાં હાલ ગઠબંધનની સરકાર હતી. જેમાં બીજેપી, ગોવા ફોરવર્ડ પાર્ટી, એમજીપી અને અપક્ષ ધારાસભ્ય સામેલ છે. પર્રિકરના નિધન પછી કોંગ્રેસ અને બીજેપી બંને પક્ષ હાલની સ્થિતિ વિશે ચર્ચા-વિચારણાંમાં જોડાઈ ગઈ છે.

ગઠબંધનના નેતા બનશે મુખ્યમંત્રી: ભાજપના વરિષ્ઠ નેતા લોબોએ કહ્યું કે, ધવલીકર પોતે મુખ્યમંત્રી બનવા માગે છે જ્યારે કે ભાજપ ઈચ્છે છે કે ગઠબંધનના નેતાએ મુખ્યમંત્રી બનવું જોઈએ. ભાજપના ધારાસભ્યોએ વિશ્વજીત રાણે અને પ્રમોદ સાવંતનું નામ મુખ્યમંત્રી માટે પ્રસ્તાવિત કર્યું છે.

ગોવા ફોરવર્ડ પાર્ટીના પ્રમુખ વિજય સરદેસાઈએ જણાવ્યું કે ભાજપ અને સહયોગી પાર્ટીઓ વચ્ચેની બેઠકમાં મુખ્યમંત્રીના નામ અંગે કોઈ નિર્ણય નથી લેવાયો. અમારું સમર્થન પર્રિકરજીને હતું, ભાજપને નહીં. હવે તેઓ જ નથી રહ્યાં તો વિકલ્પો ખુલ્લાં છે. અમે ગોવામાં સ્થિરતા ઈચ્છીએ છીએ, અમે નથી ઈચ્છતા કે ગૃહને ભંગ કરવામાં આવે. અમે ભાજપના આગામી પગલાં અંગે વિચાર કરીશું.

સરકાર બનાવવા માટે અનેક નેતાઓ અમારા સંપર્કમાં- કોંગ્રેસ: ગોવાના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગિરીશ ચોડાંકરે દાવો કર્યો કે સરકાર બનાવવા માટે બિન કોંગ્રેસી ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. અમે રણનીતિ તૈયાર કરી રહ્યાં છીએ, આશા છે કે ટૂંક સમયમાં જ રાજ્યપાલ મૃદુલા સિન્હા અમને સરકાર બનાવવાની તક આપશ.ે આ વચ્ચે રાજ્યપાલને લખેલા પત્રમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત બાબૂ કવલેકરે કહ્યું કે પર્રિકરના નિધન પછી ભાજપના કોઈ સહયોગીઓ સાથે રહ્યાં નથી, એટલે સૌથી મોટી પાર્ટી હોવાને કારણે કોંગ્રેસને સરકાર બનાવવાની તક આપવી જોઈએ.

રાજ્યપાલ પાસે દાવો

પણજી વિધાનસભા સીટનું પ્રતિનિધિત્વ કરનાર પર્રિકરના નિધન પછી આ સીટ માટે પેટા ચૂંટણી કરાવવાની જરૂર હતી. ગોવામાં આ ચોથી વખત પેટા ચૂંટણી કરવામાં આવશે. અહીં 23 એપ્રિલે શિરોડા, માંડરેમ અને માપુસા વિધાનસભા સીટ માટે પેટાચૂંટણી થવાની છે. આ સીટો માટે રાજ્યમાં જ્યારે લોકસભા ચૂંટણી થશે ત્યારે જ પેટા ચૂંટણી કરવામાં આવશે.
રાજ્યના એક સીનિયર અધિકારીના જણાવ્યા પ્રમાણે, મુખ્યમંત્રી પર્રિકરના નિધન પછી સત્તામાં રહેલા ગઠબંધને તેમના નેતાની પસંદગી કર્યા પછી રાજ્યપાલ સમક્ષ દાવો રજૂ કરવાનો છે. તેમાં સમર્થનનો પણ પત્ર હશે. તેમણે કહ્યું, જો રાજ્યપાલ મૃદુલા સિન્હાને ગઠબંધન પર વિશ્વાસ ન હોય તો તેઓ બહુમતીવાળી એકલી પાર્ટીને પણ સરકાર બનાવવા માટે આમંત્રણ આપી શકે છે.

પૂર્વ રક્ષામંત્રી પર્રિકરને 2017માં પણજીથી જીત્યા પછી ગોવાના મુખ્યમંત્રી પદ તરીકે શપથ અપાવવામાં આવ્યા હતા. પર્રિકરને વિધાનસભા પહોંચાડવા માટે પણજીના ધારાસભ્ય સિદ્ધાર્થ કુનકોલિંકરે 10 મે 2017ના રોજ રાજીનામું આપ્યું અને ત્યારપછી પેટા ચૂંટણી કરવામાં આવી હતી.

ગોવાનું રાજકીય ગણીત

કોંગ્રેસ હાલ 14 ધારાસભ્ય સાથે રાજ્યમાં સૌથી મોટી પાર્ટી છે જ્યારે 40 સભ્યોની ગોવા વિધાનસભામાં બીજેપી પાસે 13 સભ્યો છે. ગોવા ફોરવર્ડ પાર્ટી, એમજીપી અને અપક્ષના 3-3 સભ્યો છે જ્યારે એનસીપીનો એક ધારાસભ્ય પણ તેમની સાથે છે. આ વર્ષે શરૂમાં બીજેપી ધારાસભ્ય ફ્રાન્સિસ ડિસોઝા અને રવિવારે પર્રિકરેના નિધન પછી તે ઉપરાંત ગયા વર્ષે કોંગ્રેસમાંથી બે ધારાસભ્યો સુભાષ શિરોડકર અને દયાનંદ સોપટેના રાજીનામા પછી ગૃહમાં સભ્યોની સંખ્યા 36 થઈ ગઈ છે.

પર્રિકરના નિધન પછી ગઠબંધને સહયોગી દળે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. વિજય સરદેસાઈના નેતૃત્વવાળા ગોવા ફોરવર્ડ પાર્ટીના ત્રણ ધારાસભ્યો અને એમજીપીના ત્રણ ધારાસભ્યો અલગ અલગ બેઠક કરી રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments