Friday, December 3, 2021
Homeનવી દિલ્હી માલ્યા સેબીએ અયોગ્ય ઠરાવેલા ડિરેક્ટરે પદ છોડવું પડશે
Array

નવી દિલ્હી માલ્યા સેબીએ અયોગ્ય ઠરાવેલા ડિરેક્ટરે પદ છોડવું પડશે

નવી દિલ્હી: માર્કેટ રેગ્યુલેટર સેબીએ સરકારને કંપની એક્ટમાં સુધારો કરવા આગ્રહ કર્યો છે. સેબી એવો નિયમ ઇચ્છે છે કે અયોગ્ય ઘોષિત ડિરેક્ટરને તાત્કાલિક પદ છોડવાની જોગવાઇ હોય. ડિફોલ્ટર વિજય માલ્યાએ તેમ કરવાથી ઇન્કાર કર્યો હતો. આ મુદ્દે નાણામંત્રાલય સેબી સાથે સહમત છે. કંપની એક્ટ અનુસાર જો કોર્ટ કે ટ્રીબ્યુનલ કોઇ ડિરેક્ટરને અયોગ્ય જાહેર કરે તો તેનું પદ ખાલી માનશે. પરંતુ હજારો કંપનીઓને રેગ્યુલેટ કરનારી સેબીના આદેશના મામલામાં કોઇ સ્પષ્ટતા નથી.

સેબી પાસે માત્ર પેનલ્ટી ફટકારવાનો અધિકાર
  • કંપની એક્ટ, 2013ની કલમ 163 અનુસાર, સેબીનો ડાયરેક્ટર પદ છોડવાનો આદેશ કોઈ વ્યક્તિ માટે બાધ્ય નથી.
  • કલમ 164, 167 અને 169 હેઠળ ડાયરેક્ટર પદ પર નિમણૂક તથા હટાવવાની પ્રક્રિયા સાથે સંબંધિત નિર્ણયો માત્ર કોર્પોરેટ બાબતોના મંત્રાલય મારફત કેન્દ્ર સરકાર લઈ શકે છે.
  • આદેશનુ પાલન ન કરવાની સ્થિતિમાં સેબી માત્ર પેનલ્ટી ફટકારી શકે છે. આદેશ માનવા માટે દબાણ કરી શકે નહીં.
  • માલ્યાએ ડાયરેક્ટર્સના દબાણ હેઠળ પદ છોડ્યું
  • માલ્યાએ ટ્વિટ કરી સેબીના આરોપોને ફગાવતા કહ્યુ  હતુ કે, તેને જાણીજોઈને શિકાર બનાવવામાં આવી રહ્યો છએ.
  • માલ્યાએ 2017માં ડાયરેક્ટર્સના દબાણ હેઠળ રાજીનામુ આપ્યુ હતું.
  • યુનાઈટેડ સ્પિરિટ્સ મામલે કંપનીના નવા પ્રમોટર ડિઆજિયોએ એપ્રિલ, 2015માં જ રાજીનામુ આપવા કહ્યુ હતું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments