Thursday, March 28, 2024
Homeનવી સરકાર જૂન-જુલાઈમાં સામાન્ય બજેટ રજૂ કરી શકે છે, ઈન્ટરિમ અને સામાન્ય...
Array

નવી સરકાર જૂન-જુલાઈમાં સામાન્ય બજેટ રજૂ કરી શકે છે, ઈન્ટરિમ અને સામાન્ય બજેટમાં આ તફાવત છે

- Advertisement -

નવી દિલ્હીઃ મોદી સરકાર તેના પાંચ બજેટ રજૂ કર્યા બાદ હવે ઈન્ટરિમ બજેટ રજૂ કરશે. બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈ પ્રમાણે સરકાર દરેક વર્ષે પોતાના કાર્યકાળનું વાર્ષિક બજેટ સંસદમાં રજૂ કરે છે. આ બજેટમાં એક તરફ તે વાર્ષિક આવક બતાવે છે, તો બીજી તરફ તે એક વર્ષના તમામ ખર્ચનો ઉલ્લેખ કરે છે. તેને પૂર્ણ બજેટ કહેવામાં આવે છે. પરંતુ જો એ જાણવું હશે કે ઈન્ટરિમ બજેટ શું છે, તો તેના માટે બંધારણનો સહારો લેવો પડશે. જોકે આ વખતે લોકસભાની ચૂંટણી બાદ જે સરકાર આવશે, તે જૂલાઈમાં આર્થિક સર્વે અને પૂર્ણ બજેટ રજૂ કરશે. તો ચાલો જાણીએ કયારે અને શાં માટે સરકાર વચગાળાનું બજેટ રજૂ કરે છે.

સંસદમાં બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવાનું હોય છે

  • સંવિધાન પ્રમાણે કેન્દ્ર સરકાર સમગ્ર વર્ષ માટે અથવા તો આંશિક સમય માટે પણ બજેટ રજૂ કરી શકે છે. જો સરકાર થોડા મહીનાઓ માટે તેને રજૂ કરે છે, તો તેને ઈન્ટરિમ બજેટ અથવા તો વોટ લોન એકાઉન્ટ કહેવામાં આવે છે. ઈન્ટરિમ બજેટને લેખા-અનુદાન માંગ અને મીની બજેટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • ખાસ વાત એ છે કે પૂર્ણ બજેટમાં કેન્દ્ર સરકાર  એક વર્ષની રેવન્યુની સ્થિતિની સાથે ખર્ચની પણ માહિતી આપે છે, જયારે ઈન્ટરીમ બજેટમાં ત્રણ મહિના કે છ મહિનાની આવક-ખર્ચની માહિતી આપવામાં આવે છે.
  • વોટ ઓન એકાઉન્ટ સામાન્ય રીતે કેન્દ્ર સરકાર ચૂંટણી વર્ષમાં કરે છે. સંસદની પ્રણાલી મુજબ સંસદમાં બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવાનું હોય છે. આ બજેટ સરકાર આવનારા નાણાંકીય વર્ષ માટે આપે છે. જોકે ચૂંટણી વર્ષ ખૂબ જ મહત્વનું હોઈ સતાધીશ સરકાર પોતાના ખર્ચ અને રેવન્યુની માહિતી માત્ર ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી સિમિત રાખે છે. જેથી નવી સરકારની રચના બાદ નાણાંકીય વર્ષના બચેલા સમય માટે તે પોતાનું સામાન્ય બજેટ રજૂ કરી શકે.
  • કેન્દ્રની મોદી સરકારનો કાર્યકાળ મેના મધ્યમાં પૂરો થઈ જશે અને દેશમાં ચૂંટણી પ્રક્રિયા ફેબ્રુઆરી મધ્ય બાદ કોઈ પણ સમયે શરૂ થઈ શકે છે. મેમાં નવી સરકારની રચના બાદ જૂન-જૂલાઈના પ્રથમ સંસદ સત્ર દરમિયાન નવી સરકાર ચાલું નાણાકીય વર્ષનું આમ બજેટ રજૂ કરી શકે છે.
  • સંસદની પરંપરા મુજબ ચૂંટણીમાં જઈ રહેલી સતાધીશ સરકાર આ ઈન્ટરિમ બજેટમાં કોઈ મોટા ખર્ચની જોગવાઈ કરતી નથી. જેથી દેશમાં નવી બનનાર સરકાર તેની રેવન્યુ અને ખર્ચને નક્કી કરવા માટે સંપૂર્ણ રીતે સ્વતંત્ર રહે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular