Friday, August 12, 2022
Homeનવી VSની લોકાર્પણ પત્રિકામાં નીતિનભાઈનું નામ રાખવું કે નહીં તે PMOએ નક્કી...
Array

નવી VSની લોકાર્પણ પત્રિકામાં નીતિનભાઈનું નામ રાખવું કે નહીં તે PMOએ નક્કી કર્યું હતું

- Advertisement -

અમદાવાદ : છેલ્લા કેટલાક સમયથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નારાજ હોવાની ચર્ચાઓ ચાલે છે. તેમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ ગાયબ થતાં તેઓ વધુ નારાજ થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારબાદ AMC સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે આ મુદ્દે કહ્યું કે નીતિનભાઈ પટેલનું નામ રાખવું કે નહીં તે PMOએ નક્કી કર્યું હતું.

આ મુદ્દે મ્યુનિ. કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમૂલ ભટ્ટે જણાવ્યું હતુ કે, પીએમનો કાર્યક્રમ હોય ત્યારે તમામ ડિઝાઇન પીએમઓ જ નક્કી કરે છે. અમે સીએમઓમાં નામ મોકલીએ છે. ત્યાંથી પીએમઓમાં નામ જાય છે અને પછી ત્યાંથી જ ફાઇનલ થઇને આવે છે. એટલે આ વખતે પણ પત્રિકામાં નામ રાખવું કે નહીં એ PMOએ નક્કી કર્યું હતું આ વિશે કોર્પોરેશન કંઈ કહી ના શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular