Wednesday, December 8, 2021
Homeનવું ઇલેક્ટ્રિક સ્કૂટર થયું ભારતમાં લોન્ચ, એક વખત ચાર્જ કરવાથી ચાલશે 180KM
Array

નવું ઇલેક્ટ્રિક સ્કૂટર થયું ભારતમાં લોન્ચ, એક વખત ચાર્જ કરવાથી ચાલશે 180KM

દેશની ઇલેક્ટ્રિક સ્કૂટર નિર્માતા કંપની Okinawaએ પોતાનું નવુ ઇલેક્ટ્રિક સ્કૂટર i-Praise લોન્ચ કર્યુ છે. કંપનીએ આ સ્કૂટરની કિંમત 1.15 લાખ રૂપિયા રાખી છે. Okinawaએ કહ્યુ છે કે તેમના નવા સ્કૂટરના 450 યૂનિટનું બુકિંગ પણ થઇ ગયુ છે.

Okinawa i-Praiseમાં 2.8kwh લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે, જેને નિકાળી પણ શકાય છે. કંપનીનો દાવો છે કે, આ બેટરી માત્ર 2-3 કલાકમાં ચાર્જ થઇ જાય છે. જ્યારે લેડ- એસિડ બેટરીવાળા Okinawaને ચાર્જ કરવામાં અંદાજિત 6-8 કલાકનો સમય લાગતો હતો.

Okinawaનો દાવો છે કે, આ માર્કેટમાં હાજર અન્ય સ્કૂટર્સથી 30-40% હળવુ છે. એક વખત ચાર્જ કરવાથી 160-180 કિમી ચાલી શકે છે. તેની ટોપ સ્પીડ 55-75 કિલોમીટર પ્રતિ કલાક છે. સ્કૂટરમાં E-ABSની સુવિધા આપવામાં આવી છે.

ફિચર્સની વાત કરવામાં આવે તો Okinawaના ઇસ્કૂટર માટે ઇકો એપની સુવિધા આપવામાં આવી છે. આ ઉપરાતં ફાઇન્ડ માય સ્કટર ફંક્શન, મોબાઇલ ચાર્જિંગ પોર્ટ, મોટર વોકિંગ અસિસ્ટંટ, જિયો ફેસિંગ, આઇમોબિલાઇઝેશન, ટ્રિપ્સ, સિક્યોર પાર્કિંગ, ટ્રેકિંગ મોનિટર, મેનટેનેન્સ અને ઇન્શ્યોરન્સ રિમાન્ડર, બેટરી ઇન્ફો, સ્પીડ એલર્ટ અને ડ્રાઇવર સ્કોર જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments