Thursday, September 23, 2021
Homeનવું હોન્ડા એક્ટિવા 125 ટેસ્ટિંગ માટે સ્પોટ થઈ, વર્ષના અંત સુધીમાં લોન્ચ...
Array

નવું હોન્ડા એક્ટિવા 125 ટેસ્ટિંગ માટે સ્પોટ થઈ, વર્ષના અંત સુધીમાં લોન્ચ થઈ શકે

ઓટો ડેસ્ક. હોન્ડા તેના મોસ્ટ પોપ્યુલર સ્કૂટર એક્ટિવાને આ વર્ષે નવા અંદાજમાં લોન્ચ કરે તેવી શક્યતા સામે આવી છે. કંપની હોન્ડા એક્ટિવા 125નું ટેસ્ટિંગ કરી રહી છે. ભારતમાં ટેસ્ટિંગ સમયે રસ્તાઓ ઉપર આ સ્કૂટર સ્પોટ થયું હતું. હાલમાં હોન્ડા એક્ટિવા 110ને દર મહિને 2 લાખ યુનિટનું કંપની દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે. તેની સામે હેન્ડા એક્ટિવા 125નું વેચાણ ઘટી રહ્યું છે. તેના કરતાં હોન્ડા ગ્રાઝિયા વેચાણમાં વધુ સારુ પર્ફોર્મન્સ આપી રહ્યું છે. એક્ટિવા 125ને માર્કેટમાં ટકાવી રાખવા માટે કંપનીએ તેમાં ઘણા મોટા પાયે ફેરફારો કર્યા છે.

એક્ટિવા 125 નવા BS-VI એન્જિનથી સજ્જ હશે

નવું હોન્ડા એક્ટિવા 125માં કેટલાંક નવા ફીટર્સ સાથે સ્ટાઈલમાં પણ અપડેટ કરવામાં આવશે જે સ્કૂટરને રિફ્રેશ લૂક આપશે. સાથે જ આગામી સમયથી લાગુ થનારા સેફ્ટી ફીચર્સને ધ્યાનમાં લેતાં કંપની હવે નવા એક્ટિવા 125ને  BS-VI વાળા એન્જિનમાં જ બનાવશે. એક્ટિવા 125 ના આગળના ભાગમાં સાઈડ પેનલ્સ સાથે એલઈડી હેડલેમ્પ અને ટેલલાઈટમાં ફેરફાર કર્યા છે. નવી એક્ટિવાના સેન્ટ્રલ કોન્સોલનું કોન્ટ્રાસ્ટ કલરથી ફિનિશિંગ કરવામાં આવ્યું છે. જેમાં ડિજિટલ ડિસ્પ્લે પણ સામેલ છે.
2019 એક્ટિવા 125માં 124cc નું સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જિન લગાવવામાં આવ્યું છે. જે 8.5 bhp નો પાવર અને 10.54 Nmનો ટોર્ક જનરેટ કરવા માટે સક્ષમ છે. આ એન્જિન CVT યુનિટથી સજ્જ છે. કંપની હવે આ સ્કૂટરમાં BS-VI એન્જિન લગાવવાની સાથે ફ્યૂઅલ ઈન્જેક્શન સિસ્ટમ પણ આપી રહી છે. તો એક્ટિવામાં કમ્બાઈન્ડ બ્રેકિંગ યુનિટ(CBU) સાથે ડ્રબ બ્રેક અને ડિક્સ બ્રેકનો વિકલ્પ ઉપલબ્ધ થશે. હાલ એક્ટિવા 125ની એક્સ શોરૂમ કિંમત રૂપિયા 59,921 રાખવામાં આવી છે. તેની સામે અપડેટેડ સ્કૂટરની કિંમત થોડી વધારે હશે. કંપની આ નવી એક્ટિવાને આ વર્ષના મધ્ય અથવા અંત ભાગમાં લોન્ચ કરી શકે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments