Tuesday, September 21, 2021
Homeનશામાં ધૂત એમરલ્ડ બિલ્ડરના દીકરાએ 110ની સ્પીડે મર્સિડીઝને ડિવાઇડર કુદાવી બ્રિજના શેડમાં...
Array

નશામાં ધૂત એમરલ્ડ બિલ્ડરના દીકરાએ 110ની સ્પીડે મર્સિડીઝને ડિવાઇડર કુદાવી બ્રિજના શેડમાં ઘુસાડી દીધી

વડોદરાઃ શહેરના રેસકોર્સ જીઇબી સર્કલ પાસે રવિવારે સાંજે નશામાં ધૂત બનીને ખાનદાની નબીરાઓએ 110 ની સ્પીડમાં મર્સિડીઝ કાર ચલાવીને વળાંક લેવાનો પ્રયાસ કરતાં કાર વળાંક પાસે ડિવાઇડર કુદીને સામે લગાવાયેલા પતરાં ને અથડાઇ હતી , ત્યારબાદ કાર ચાલકે ટર્ન લઇને કાર ભગાવાનો પ્રયાસ કર્યો હતો પણ લોકો એ કાર ને બળજબરી પૂર્વક રોકી લીધી હતી અને તત્કાળ પોલીસને જાણ કરી કારમાં બેઠેલા 2 યુવકને પોલીસને સોંપી દીધા હતા. મર્સિડીઝ કારમાં જાણીતા બિલ્ડર ગૃપ એમરલ્ડના પુરષોત્તમ વાઘેલાનો પુત્ર આકાશ વાઘેલા (ઉ.26, આરાધના ડુપ્લેક્ષ,સેવાસી રોડ) અને તેનો મિત્ર અતિશય રમેશ જાટીયા (ઉ.31, જુના પાદરા રોડ) હોવાનું ગોત્રી પોલીસે જણાવ્યું હતું.

અલકાપુરી વિન્ડસર પ્લાઝા તરફથી સાંજના 6.50 વાગે 110 કિમીની ફુલ સ્પીડે એક મર્સિડીઝ કાર પસાર થઇ હતી અને રેસકોર્સ જીઇબી સર્કલ પાસે વળાંક લેતી વખતે કાર ચાલકે કાબુ ગુમાવતાં કાર સામે આવેલા ડિવાઇડરને અથડાઇ ને ડિવાઇડર કુદી ત્યાં લગાવાયેલા ઓવર બ્રિજના પતરાંને અથડાઇ હતી. કાર અંદર ઘુસી ગયા બાદ કાર ચાલકે કારને ટર્ન લઇને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પણ ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉભા રહ્યા હોવાથી લોકોએ તુરત જ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને તે જ સમયે ગોત્રી પોલીસને પણ જાણ કરાઇ હતી. પોલીસે કતારમાં બેઠેલા આકાશ પુરષોત્તમ વાઘેલા અને અતિશય રમેશ જાટીયા નામના 2 યુવકને ઝડપી લીધા હતા. જો કે અકસ્માત માં બંનેને સામાન્ય ઇજા થઇ હતી.

નશામાં ધૂત બનીને ફુલ સ્પીડે કાર ચલાવનારા આકાશ વાઘેલા અને અતિશય જાટીયા વિન્ડસર પ્લાઝા તરફથી આવતા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે બંનેએ કયા સ્થળે દારુ પીધો હતો તેની પણ તપાસ શરુ કરાઇ છે. ફુલ સ્પીડે કાર ચલાવનાર નબીરાઓએ અનેક વાહન ચાલકોના જીવ સામે ખતરો ઉભો કર્યો હતો.

સામાન્ય રીતે કોઇ પણ અકસ્માત થાય તો પોલીસ વાહનને ટો કરીને પોલીસ સ્ટેશન લઇ જતી હોય છે પણ આ ઘટનામાં હાઇપ્રોફાઇલ યુવકો હોવાથી પોલીસે શરુઆતથી જ મામલાને દબાવી દેવાની કોશિશ કરી હતી. પોલીસે મર્સીડીઝ કારને ઘટના સ્થળથી નજીકમાં આવેલ ધ એમરાલ્ડ બિલ્ડીંગના પાર્કીંગમાં મુકી હતી. કાર લઇ જઇ તપાસ કરવાના બદલે પાર્કીંગમાં મુકી દેવાના પોલીસના વલણથી અનેક સવાલો ઉભા થયા છે. પાર્કીંગમાં રહેલ મર્સીડીઝના ટાયર ફાટેલા હોવાનું પણ જોવા મળ્યું હતું.

અકસ્માત બાદ કાર છુપાવી દઇ ઢાંકપિછોડો કરવાનો પોલીસે પ્રયાસ કર્યો પરંતુ હોબાળો થતાં છેવટે પોલીસે એવો લુલો બચાવ કર્યો હતો કે, ટાયર ફાટતાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો. ઉલ્લેખનીય છેકે, ચાલકે અકસ્માત બાદ કાર ભગાવતાં લોકોએ પથ્થરમારો કરી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

મર્સિડીઝ કારની સ્પીડ એટલી જોરદાર હતી કે કારના ટાયર પણ રસ્તા પર ઘસાતા હતા અને તેના ટાયર માર્કસ પણ રસ્તા પર જોવા મળ્યા હતા. ટાયર ઘસાડાવાના કારણે એક પ્રકારની ગંધ પણ વાતાવરણમાં છવાઇ ગઇ હતી. જેને પગલે લોકો ગભરાઇ ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments