નશામાં ધૂત થઇ આ જાણીતી એક્ટ્રેસ સાથે પતિએ કરી મારપીટ, હદ તો ત્યારે થઇ જ્યારે….

0
47

મહિલા દિવસ નજીક છે ત્યાં જાણીતી એક્ટ્રેસ ઘરેલૂ હિંસાનો ભાગ બની છે. એક અહેવાલ અનુસાર Actress Arzoo Govittir એક્ટ્રેસ આરઝૂ ગોવીત્રીકરે પતિ વિરુદ્ધ મારપીટનો આરોપ લગાવ્યો છે. તેણે પોલીસમા ફરિયાદ પણ દાખલ કરી છે અને કેટલીક સીસીટીવી ફુટેજ પણ પોલીસને સોંપી છે.

ટીવી અને ફિલ્મમાં કામ કરનાર આ એકટ્રેસ આરઝૂ ગોવિત્રિકરે તેના પતિ સિદ્ધાર્થ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે. આરઝૂએ જણાવ્યા અનુસાર નશાની હાલતમાં તેનો પતિ મારામારી કરતો હતો.

https://www.instagram.com/p/BdZMNbblItr/?utm_source=ig_embed

રિપોર્ટસ અનુસાર એકટ્રેસે થાકીને અંતે વર્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. એકટ્રેસે સાબીતી આપવા માચે ઘરમાં લગાવેલા cctv ફુટેજ પણ પોલીસને સોંપ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર એકટ્રેસે 19 ફેબ્રુઆરીએ ફરિયાદ દાખલ કરી હતી. એકટ્રેસે ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે 15 ફેબ્રુઆરીએ પતિએ નશાની હાલતમાં ખુબજ મોટા પાયે ઝઘડો કર્યો હતો. તકરાર ખુબજ આગળ વધતા સવારના 4 કલાકે તેને ઘસડીને બાથરૂમમાં લઈ જઈને ખુબજ જોરથી પટકી હતી.

હદ તો ત્યારે થઈ જ્યારે તેનો પતિ તેના મો પર થુંક્યો હતો. એકટ્રેસે કહ્યુ કે તેને તેના પરિવારની પણ ખુબજ ચિંતા થઈ રહી છે. મંગળવારે આરઝૂએ પોતાની બહેન અદીતી અને કોમન ફ્રેન્ડ આશિષ ચૌધરી સાથે પોલીસ સ્ટેશન પહોંચી ફરી એકવાર ફરિયાદ નોંધાવી હતી જેમાં આરઝૂએ લખ્યુ છે કે મારા પતિએ મારી જાણકારી બહાર મારા 5 વર્ષના પુત્રની કસ્ટડી લઈ લીધી છે.

આરઝૂના આ આરોપો વિરૂદ્ધ તેના પતિ સિદ્ધાર્થનું કહેવુ છે કે ફરિયાદમાં જે પણ કહેવામા આવ્યુ છે બધુજ ખોટુ છે અને સત્યથી વેગળુ છે. વાત કરીએ cctv ફુટેજની તો તે એક ફિલ્મનું રિહર્સલ થઈ રહ્યુ હતુ. સિદ્ધાર્થનુ કહેવુ છે કે આરઝૂએ તેને કહ્યુ કે આપણે એક ક્રાઈમ શોનો ભાગ બનવાના છીએ તો આજે આપણે પ્રેક્ટિસ કરીશું. એટલે તેણે આ થપ્પડ મારી હતી. તેણે કહ્યુ કે હું તમામ આરોપોનો જવાબ આપવા તૈયાર છુ.

https://www.instagram.com/p/BkIy9SvAv4g/?utm_source=ig_embed

જણાવી દઇએ કે આરઝૂએ સિદ્ધાર્થ સાથે માર્ચ 2010માં લવ મેરેજ કર્યા હતા. બંનેનો એક દિકરો પણ છે. જેનું નામ આસમાન છે. જો કે આરઝૂએ આરોપ લગાવ્યો છે કે સિદ્ધાર્થે તેની જાણ બહાર દિકરાની કસ્ટડી લઇ લીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here