Sunday, November 28, 2021
Homeનાગરિકતા ખરડાના વિરોધમાં મણિપુરમાં હિંસા, રાજ્યસભામાં આજે પણ રજૂ ન થઈ શક્યું...
Array

નાગરિકતા ખરડાના વિરોધમાં મણિપુરમાં હિંસા, રાજ્યસભામાં આજે પણ રજૂ ન થઈ શક્યું બિલ

નવી દિલ્હીઃ રાજ્યસભામાં વિપક્ષના હોબાળાને કારણે નાગરિકતા સંશોધન બિલ મંગળવારે પણ રજૂ થઈ શક્યું ન હતું. આ બિલ જાન્યુઆરીમાં લોકસભામાં પસાર થયું હતું. આ ખરડાની મદદથી 1955ના કાયદાને સંશોધિત કરવામાં આવશે. બુધવારે બજેટ સત્રનો અંતિમ દિવસ છે. આ 16મી લોકસભાનું છેલ્લું સત્ર છે.

મણિપુરમાં નાગરિકતા ખરડાના વિરોધમાં હિંસા વધુ ઉગ્ર થઈ ગઈ છે. પાટનગર ઈમ્ફાલમાં અનેક વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. અહીં ઈન્ટરનેટ સેવા પર પણ રોક લગાવવામાં આવી છે. પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહના પૂતળા પણ ફુંક્યા.

અન્ય દેશોથી આવનારા અલ્પસંખ્યકોને નાગરિકતામાં સરળતા
  • અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં બિન મુસ્લિમ (હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી, ખ્રિસ્તી)ને ભારતની નાગરિકતા આપવામાં સહેલાય રહેશે. હાલના કાયદા મુજબ આ લોકોને 12 વર્ષ પછી ભારતની નાગરિકતા મળી શકે છે, પરંતુ બિલ પાસ થઈ જાય તો આ સમય 6 વર્ષ થઈ જશે.
  • વૈધ દસ્તાવેજ ન હોય તો પણ 3 દેશોના બિન મુસ્લિમને તેનો લાભ મળશે. ગૃહ મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં કહ્યું હતું કે ખરડો માત્ર આસામ સુધી જ સીમિત નહીં રહે, પરંતુ આ દેશમાં પમ પ્રભાવી રહેશે. પશ્ચિમી સરહદથી ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ અને રાજ્યોમાં આવતાં પીડિત પ્રવાસીઓને તેનાથી રાહત મળશે.
કોંગ્રેસ સહિત 7 પક્ષ ખરડાના વિરોધમાં

બિલને પહેલી વખત 2016માં સંસદમાં રજૂ કરાયું હતું. જે બાદ તેને સંયુક્ત સંસદીય સમિતિ પાસે મોકલાયું હતું. સમિતિની કેટલીક ભલામણો પર સુધારા કરીને લોકસભામાં રજૂ કરાયું હતું. કોંગ્રેસ ઈચ્છે છે કે બિલને સિલેક્ટ કમિટીની પાસે મોકલવામાં આવે. સરકાર માગ નહીં માને તો પાર્ટીએ ગૃહમાંથી વોકઆઉટ કરી દીધું. RJD, AIMIM, BJD, MCP, AIUDF, IUML સહિતના પક્ષો ખરડાનો વિરોધ કરે છે.

કરાર કર્યો હોવા છતા પાડોશી દેશ મદદ નથી કરી રહ્યોઃ રાજનાથ સિંહ

રાજનાથ સિંહના કહ્યા પ્રમાણે, જો આપણે આ લોકોને શરણ નહીં આપીએ તો આ લોકો ક્યાં જશે. ભારતે બિન-મુસ્લીમોને સુરક્ષિત સ્થળ ઉપલ્બધ કરાવવા માટે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે કરાર કર્યો છે પરંતુ તેનું પાલન નથી થઈ રહ્યુ. તેમણે કહ્યું કે બંધારણની જોગવાઈઓનાં આધારે જ બિલોને તૈયાર કરાયા છે. સરકાર આ બિલને કોઈ પણ ભેદભાવ વિના લાગુ કરશે. આસામનાં અનુસુચિત જનજાતિનાં લોકોનાં હિતોની રક્ષા કરવા માટે સરકાર યોગ્ય પગલા લેશે.

નહેરુ પણ બિન મુસ્લીમોને શરણ આપવાનાં પક્ષમાં હતાઃ રાજનાથસિંહ

રાજનાથ સિંહે કહ્યું કે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સહિત ઘણા નેતાઓ પણ પાડોશી દેશોમાં વસવાટ કરતા લઘુમતિઓને શરણ આપવાનાં પક્ષમાં હતા. રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહએ પણ રાજ્યસભામાં કહ્યું હતુ કે ભાજપ સરકાર બાંગ્લાદેશમાં વસવાટ કરી રહેલા બિન મુસ્લિમો પ્રત્યે ઉદાર અભિગમ અપનાવો જોઈએ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments