Saturday, September 25, 2021
Homeનાગીન'ની આ કલાકારને એક પછી એક દમદાર ફિલ્મોની ઓફર
Array

નાગીન’ની આ કલાકારને એક પછી એક દમદાર ફિલ્મોની ઓફર

થોડાંક દિવસ પહેલાં ફિલ્મ ‘કેજીએફ’માં એક જબરદસ્ત આઇટમ સોંગ ‘ગલી ગલી મેં ફિરતા હૈ…’ના રિમિક્સ વર્ઝનથી ખૂબ જ ચર્ચા ઊભી કરનાર મૌની રોયની ઝોળીમાં એક-એકથી ચઢિયાતી ફિલ્મો છે. હાલમાં તે ‘રોમિયો અકબર વોલ્ટર’, ‘બ્રહ્માસ્ત્ર’, ‘મેડ ઇન ચાઇના’, ‘મોગુલ’ જેવી મોટી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં તેને ‘બોલી ચૂડિયા’ માટે પણ સાઇન કરાઇ છે.

 

મૌનીનું કહેવું છે કે મારી કરિયરમાં આટલી જલદી આટલી આકર્ષક ભૂમિકાઓ ભજવવા મળશે તેવી આશા ન હતી. ૨૦૦૬માં ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ સિરિયલથી કારકિર્દી શરૂ કરનાર મૌની પોતાની આગામી ફિલ્મોને લઇ ઉત્સાહી છે. તેણે કહ્યું કે હું માત્ર એટલું કહી શકું કે આ બધી ફિલ્મો દિલચસ્પ છે અને બધી જ ભૂમિકા એકબીજાથી અલગ છે. મૌનીને આવી અલગ અલગ ફિલ્મોનો ભાગ બનવામાં ખુશી અનુભવાઇ રહી છે.

તે કહે છે કે મને આશા ન હતી કે મારી કરિયરમાં આટલી જલદી મને આવાં આકર્ષક પાત્રો મળશે. ઇન્ટરનેટ પર વેબ સિરીઝને પણ મૌની જબરદસ્ત રોમાંચક માને છે. તે કહે છે કે મને ગર્વ છે કે હું નાના પરદાની અભિનેત્રી છું અને ઘણી વાર કહી ચૂકી છું કે આજે જે પણ કંઇ છું તે બધું નાના પરદાનાં કારણે છું. ફિલ્મોનો ભાગ બનવું રોમાંચક છે, પરંતુ જો ટીવી કે વેબમાંથી સારી ઓફર આવશે તો હું તે પણ કરીશ. હું એક વર્ષ કે ૧૦ મહિના માટે કોઇ એક યોજનામાં ફસાવા ઇચ્છતી નથી. જો મને એવું કંઇ મળે છે કે ત્રણ-ચાર મહિનામાં કરી શકું તો હું તે જરૂર કરીશ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments