નાણાં મંત્રી પિયૂષ ગોયલે બેન્કના પ્રમુખો સાથે મુલાકાત કરી, બજેટ પહેલા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ

0
21

નવી દિલ્હીઃ નાણાં મંત્રી પીયૂષ ગોયલે સોમવારે સાર્વજનિક ક્ષેત્રની બેન્કોના મુખ્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બજેટના ત્રણ દિવસ પહેલા થયેલી બેઠકમાં બેન્કિંગ ક્ષેત્રની સમીક્ષા અને સરકારી બેન્કોની નાણાંકીય હાલત સુધારવા પર ચર્ચા થઈ હતી. મિટિંગમાં ચાલુ નાણાંકીય વર્ષમાં સરકારી બેન્કોએ 1 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ રિકવરી કરી છે, એ બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

1.25 લાખ MSMEને સૈદ્ધાંતિક મંજૂરી

ગોયલે બેન્ક અધિકારીઓને કહ્યું કે પ્રધાનમંત્રીએ MSME સેકટરને 59 મિનિટમાં લોન આપવા માટે એક પોર્ટલની શરૂઆત કરી હતી. આ પોર્ટલના માધ્યમથી અત્યાર સુધીમાં 1.25 લાખ કારોબારીઓને લોન માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. બેન્કોએ આ દિશામાં ઝડપથી કામ કરવું જોઈએ.

RBI ગવર્નરે પણ બેઠક કરી હતી

આ બેઠક પહેલા આરબીઆઈના નવા નિમણૂંક પામેલા ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે બપોરે બેન્કોના પ્રમુખો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે બેન્કોની સમક્ષ આરબીઆઈની આશાઓ જાહેર કરી હતી. મોનીટરી પોલિસી સમિતિની સાત ફેબ્રુઆરીએ બેઠક થશે. ગવર્નર દાસ માટે સમિતિની પ્રથમ બેઠક હશે. નાણાં મંત્રી અરૂણ જેટલી અમેરિકામાં ઈલાજ કરાવવા ગયા હોવાને કારણે બુધવારે પિયૂષ ગોયેલને નાણાં મંત્રાલયનો વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો હતો.

આ મુદ્દાઓ પર વાત થઈ

આ બેઠકમાં સરકારની જન કલ્યાણ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી. MSMEને લોન આપવાની સ્થિતિનો પણ રિવ્યુ કરવામાં આવ્યો હતો. આ સિવાય બેન્કોના ડિસેમ્બર 2018 સુધીના નવ માસના પ્રદર્શનની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here