Monday, October 18, 2021
Homeનારણ પટેલ અને આશા પટેલ એક મંચ પર પણ…
Array

નારણ પટેલ અને આશા પટેલ એક મંચ પર પણ…

આજે મહેસાણામાં પેન્શન યોજનાના કાર્યક્રમ સમયે ઉંઝાના બે દિગ્ગજો એક મંચ પર જોવા મળ્યા હતા. નારણ પટેલ અને આશા બહેન પટેલ એક મંચ પર જોવા મળ્યા હતા. જોકે તેઓ એકબીજાથી દુર બેઠા હતા. મહેસાણાના કમળાબા હોલ ખાતે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજનાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રુપાલા પણ હાજર હતા. જોકે ઉંઝાના બંને દિગ્ગજ નેતાઓ એકબીજાથી દુર પણ એક મંચ પર જોવા મળ્યા.

બાપુ સાથે કરી હતી બેઠક

શંકરસિંહ વાઘેલા અને નારણ પટેલની મુલાકાત બાદ ભાજપના નેતાઓ દોડતા થયાં હતા. પ્રદેશ પ્રભારી ઓમ માથુર નારાયણ પટેલને મનાવવા દોડ્યા હતા. નોંધનીય છે કે નારણ પટેલ આશા પટેલના કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશથી નારાજ છે લોકસભા પહેલાં નારાયણ પટેલની નારાજગી દૂર કરવા પ્રયાસ કરાઇ રહ્યા છે. જ્યારે કે પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ કે જાડેજાએ નિવેદન આપ્યું છે કે પ્રભારી અગત્યનું કામ હોવાથી હાજર રહ્યા નથી. આ સાથે નારણ પટેલની નારાજગી હશે તો સંગઠનમાં ચર્ચા કરાશે.

મહત્વનું છે કે મહેસાણાના સોશિયલ મીડિયામાં ઊંઝાનું રાજકારણ ફરી ગરમાયું છે. કારણ કે સોશિયલ મીડિયામાં ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલ અને શંકરસિંહ વાઘેલાની તસ્વીરો સાથે જોવા મળી છે. હાલમાં ભાજપથી નારાજ ચાલી રહેલા નારણ પટેલની શંકરસિંહ સાથે 50 વર્ષ જૂની ગાઢ મિત્રતા છે. આ ફોટોમાં નારણ પટેલ અને શંકરસિંહ વાઘેલાએ સાથે ભોજન લેતા નજરે પડ્યા હતા. ત્યારે આ મુલાકાતને તો નારણ પટેલે ઔપચારિક મુલાકાત ગણાવી છે. જો કે આશા પટેલના ભાજપમાં જોડાવાથી નારાજ નારણ પટેલની હાલની આ તસ્વીરો રાજકારણમાં ગરમાવો લાવવા કાફી બની ગઇ છે.

સહન કરી ન લેવાય

મહેસાણા ભાજપના વરિષ્ઠ નેતા અને ઊંઝાના પૂર્વ ધારસભ્ય નારાયણ પટેલ ભાજપ પ્રત્યેની નારાજગીનો ઉભરો ઠાલવ્યો હતો. તેઓએ મોવડી મંડળના કમિટમેન્ટ છતા મંડળીઓ રદ થવાની બાબતને સહન કરી લેવાય નહી તેવા આકરા શબ્દો પણ કહ્યા હતા. ઉંઝાના કોગી ધારાસભ્ય પદે રહેલા આશાબહેન પટેલે ભાજપમાં સામેલ થયા હતા. ત્યારથી નારણ પટેલનું ઉંઝા એપીએસસીમાં કદ ઘટવા માડયુ છે. અને મહેસાણાના ઉંઝા એપીએમસીની 8 એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે મતદાર યાદી પ્રસિદ્ધ થઈ છે.

જોકે, તેમાં નારાયણ પટેલના પુત્ર અને એપીએમસીના હાલના ચેરમેન ગૌરાંગ પટેલનું નામ ગાયબ હતું. ઉંઝા એપીએમસીમાંથી નારાયણ પટેલ પુત્રનું રાજકારણ સમેટાઈ રહ્યું હોવાની ચર્ચાઓ છે. તો સહકાર વિભાગ દ્વારા ઉંઝા એપીએસમસીમાં ખેડૂત વિભાગની ૨૧ મંડળી રદ કરવામાં આવી છે જેની સામે નારણ પટેલે રોષ ઠાલવ્યો છે. જોકે તેમણે ભાજપમાં છું અને ભાજપમાં રહીશ તેમ પણ કહ્યુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments