Wednesday, December 8, 2021
Homeનારાયણ જ્વેલર્સના વિવાદમાં પોલીસે નિવેદન લીધા બાદ નોટીસ ફટકારી
Array

નારાયણ જ્વેલર્સના વિવાદમાં પોલીસે નિવેદન લીધા બાદ નોટીસ ફટકારી

વડોદરા: અલકાપુરીમાં આર.સી.દત્ત રોડ પર વેલકમ હોટેલની બાજુમાં આવેલ નારાયણ જ્વેલર્સનું બિલ્ડિંગ 1997માં બન્યું હતું અને આ પ્રોપર્ટીના માલિકો ચાર ભાઇઓ સાથે જ હતા. જોકે 2013માં હરિશ ચોકસીએ અન્ય શો રૂમ શરૂ કર્યા બાદ ભાઇઓ છૂટા પડ્યા હતા. છેલ્લાં 5 વર્ષથી આ વિવાદ માત્ર ભાઇઓ અને સ્વજનો સુધી જ સીમિત હતો પણ શુક્રવારે બનેલી ઘટના બાદ પોલીસ સુધી પહોંચ્યો હતો. બીજી તરફ નારાયણ જ્વેલર્સ પ્રોપર્ટી વિવાદમાં ગોત્રી પોલીસે બંને પક્ષની અરજી લઇ 6 વ્યક્તિઓના નિવેદન લીધા હતા. પોલીસે સબ રજીસ્ટ્રાર પાસે અભિપ્રાય પણ મંગાવ્યો છે, જે સોમવારે મળતાં વધુ કાર્યવાહી કરાશે.

કુટુંબની સંમતિથી મિલકત ખરીદેલી છે, હું માલિક છું: ધનંજય ચોકસી

મારા કાકાઓની વાત ગેરમાર્ગે દોરનારી છે.મે 23-03-2018ના રોજ વેલકમની બાજુની મિલકત કુટુંબીજનોની સમંતિથી ખરીદેલી છે. હું  તેનો માલિક છું. 18-01-2019ના રોજ મે સવારે સાફ સફાઇ માટે મિલકત ખોલી હતી ત્યારે અચાનક જ રમાકાન્ત ચોકસી, નરેન્દ્ર ચોકસી, અશ્વિન ચોકસી, કેતન ચોકસી, જતીન ચોકસી, રવિ ચોકસી તથા એમના સગા સબંધીઓ મારી મિલકતમાં ઘુસી ગયા હતા, જેમાં ખાસ કરીને મારા કાકા અશ્વિનભાઇ ચોકસીએ ખુબ જ મોટેથી ગાળાગાળી કરી ભયનું વાતાવરણ ઉપસ્થિત કર્યું હતું. સાંજે 5-30 વાગતા તેમના અન્ય સગા સબંધીઓ પણ સ્થળ પર આવી જતાં ખુબ જ મોટી સંખ્યામાં તેઓ ઘુસી જતાં ભયનું વાતાવરણ ઉભુ કરી દીધું હતું, જેથી મે પોલીસ કન્ટ્રોલ રુમમાં ફોન કર્યો હતો. અને પોલીસે તમામને બહાર કાઢી મુકયા હતા.ત્યાર પછી મે ફરીથી દુકાનને બંધ કરીને મારા તાળા મારી દીધા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments