Sunday, November 28, 2021
Homeનારી ગરિમાના બે સમાચાર: એકમાં અશ્લીલતા સામે આદેશ, બીજામાં લૉ કટ ડ્રેસ...
Array

નારી ગરિમાના બે સમાચાર: એકમાં અશ્લીલતા સામે આદેશ, બીજામાં લૉ કટ ડ્રેસ અંગે મહિલા સાંસદ નામક્કર

પ્રયાગરાજઃ પ્રયાગરાજમાં કુંભ મેળામાં વિવિધ ઘાટ પર સ્નાન કરતી મહિલાઓની ફોટોગ્રાફી મુદ્દે અલ્લાહાબાદ હાઈકોર્ટે મીડિયાની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો કે મીડિયા સ્નાનઘાટો પર ફોટોગ્રાફી પર લગાવાયેલી રોકનું કડકાઈથી પાલન કરે. જો કોઈ પણ પ્રિન્ટ કે ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા આ હુકમની અવહેલના કરાશે તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે.

1000થી વધુ સીસીટીવી કેમેરાની મદદથી સમગ્ર વિસ્તાર પર નજર રખાઈ રહી છે

હાઈકોર્ટે કહ્યું હતું કે વિવિધ સ્નાનઘાટ પર 100 મીટરના વિસ્તારમાં ફોટોગ્રાફી પ્રતિબંધિત છે, આમ છતાં આ પ્રકારની તસવીરો પ્રકાશિત કરાય છે. ઈલેક્ટ્રોનિક મીડિયામાં પણ આવાં દૃશ્યો દેખાય છે. કોર્ટે કુંભ મેળા અધિકારીને કહ્યું હતું કે તમારે પણ મીડિયાને કોર્ટના આદેશની માહિતી આપીને નિયમનું પાલન કરાવવાનું રહેશે. આ મુદ્દે તમારે આગામી સુનવણીમાં જવાબ આપવાનો રહેશે. અરજદાર અસીમકુમારની અરજી પર અલ્લાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ પીકેએસ બઘેલ અને જસ્ટિસ પંકજ ભાટિયાની ખંડપીઠે આ નિર્દેશ કર્યો હતો. આ અરજીમાં સ્નાનાઘાટોના 100 મીટરના વિસ્તારમાં ફોટોગ્રાફી પ્રતિબંધિત છે એ નિયમનું પાલન કરાવવાની માંગ કરાઈ હતી. આ કેસની આગામી સુનાવણી પાંચમી એપ્રિલે નિર્ધારિત કરાઈ છે. નોંધનીય છે કે કુંભમેળામાં 1000થી વધુ સીસીટીવી કેમેરાની મદદથી સમગ્ર વિસ્તાર પર નજર રખાઈ રહી છે.

બ્રાઝિલ: મહિલા સાંસદ સંસદમાં ટૂંકા કપડાંમાં, રેપની ધમકી મળી

બ્રાઝિલમાં એક મહિલા રાજકારણીએ સંસદમાં લૉ કટ ડ્રેસ પહેરતા સોશિયલ મીડિયામાં અનેક લોકોએ તેમને હિંસક રીતે ટ્રોલ કર્યા હતા. કેટલાકે તો 43 વર્ષના એના પાઉલા નામના આ મહિલા સાંસદને ગૃહમાં ‌ફરી આ પ્રકારનો ડ્રેસ નહીં પહેરવા ની ચેતવણી આપી. એટલું જ નહીં, કેટલાક લોકોએ તો તેમને બળાત્કારની ધમકીઓ પણ આપી. એના પાઉલા આ જ વર્ષે જાન્યુઆરીમાં સેન્ટા કેટરિના બેઠક પરથી ચૂંટણી જીત્યાં હતાં. તેઓ આશરે 50 હજાર વિક્રમી મતથી જીત્યાં હતાં. એ પહેલાં તેઓ મેયર પણ રહી ચૂક્યાં છે. સંસદમાં લૉ કટ ડ્રેસ પહેરીને હાજરી આપ્યા પછી એના પાઉલાને ટ્રોલ કરાયાં એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું છે.

લોકોને પોલીસ કેસ કરવાની પણ ચેતવણી આપી

આ વિવાદ પછી તેમણે ઈન્સ્ટાગ્રામ પર ખુલાસો કરતા કહ્યું હતું કે, હું હંમેશા આવા જ ટાઈટ અને લૉ કટ ડ્રેસ પહેરું છું. હું આ પ્રકારની બાબતો પર ધ્યાન નથી આપતી અને હંમેશા ખુશ રહું છું. મારા કામ અને મારાં કપડાંને કોઈ સંબંધ જ નથી. એના પાઉલા સોશિયલ મીડિયામાં પણ ખાસ્સા સક્રિય છે. તેમના ચાહકોની સંખ્યા પણ ખાસ્સી મોટી છે. આ દરમિયાન તેમણે ધમકી આપનારા લોકોને પોલીસ કેસ કરવાની પણ ચેતવણી આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments