Wednesday, December 8, 2021
Homeનારી તું નારાયણી કહેતા ભારતમાં પૂરૂષ કરતા મહિલાને 19 ટકા ઓછું વેતન...
Array

નારી તું નારાયણી કહેતા ભારતમાં પૂરૂષ કરતા મહિલાને 19 ટકા ઓછું વેતન ચૂકવવામાં આવે છે

ભારતમાં પુરુષ અને મહિલા કર્મચારીઓ વચ્ચેના પગાર/વેતનમાં ભેદભાવનો મુદ્દો હજી પણ યથાવત્ છે. તાજેતરના સર્વે મુજબ દેશમાં મહિલાઓને પુરુષોની તુલનાએ 19 ટકા ઓછું વેતન મળે છે. તાજેતરના મોનસ્ટર સેલરી ઇન્ડેક્સ (MSI)ના મતે દેશમાં પ્રવર્તમાન જેન્ડર-પે-ગેપ એટલે કે પુરુષોની તુલનાએ મહિલાઓનો 19 ટકા ઓછું વેતન મળે છે. તેને બીજો અર્થ એ પણ થાય છે કે મહિલાઓની તુલનાએ પુરુષો દર કલાકે 49 રૂપિયા 19 પૈસા વધારે કમાણી કરે છે.

વર્ષ 2018માં ભારતમાં પુરુષોનું એક કલાકનું સરેરાશ વેતન રૂ.242.49 હતું તો મહિલાઓને એક કલાકની કામગીરી પેટે રૂ.196.3 વેતન મળ્યું છે. સર્વે મુજબ ઘણા મહત્વપૂર્ણ ઉદ્યોગોમાં પુરુષો અને મહિલાઓ વચ્ચેના વેતનનો તફાવત ઘણો વધારે છે. IT/ITES સર્વિસ સેક્ટરમાં પુરુષોની તુલનાએ મહિલનાઓને 26 ટકા અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 24 ટકા ઓછું વેતન ચૂકવવામાં આવે છે.

નોધનિય બાબત એ છે કે સર્વે મુજબ હેલ્થકેર, કેરિંગ સર્વિસિસ અને સોશિયલ વર્ક જેવા સેક્ટરોમાં પણ મહિલાઓ કરતા વધારે પુરુષો 21 ટકા વધારે વેતન મેળવે છે. જ્યારે આ ક્ષેત્રોમાં સામાન્ય રીતે મહિલાઓનું વર્ચસ્વ માનવામાં આવે છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે, બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ સર્વિસ સેક્ટરમાં પુરુષો મહિલાઓની તુલનાએ માત્ર બે ટકા જ વધારે વેતન મેળવી રહ્યાં છે. વેતનમાં ભેદભાવનો આ તફાવત 10 વર્ષના અનુભવની સાથે સૌથી વધારે થઇ જાય છે.

10 વર્ષના અનુભવવાળા પુરુષો આટલા વર્ષનો અનુભવ ધરાવતી મહિલા કરતા 15 ટકા વધારે પગાર મેળવી રહ્યાં છે. વર્ષ 2017માં મહિલા અને પુરુષો વચ્ચેનો પગાર તફાવત 1 ટકા ઘટીને 20 ટકા થયો છે. MSI એ એક આંદોલન છે જેને મોનસ્ટાર ઇન્ડિયા Paycheck.in અને IIM-અમદાવાદ (રિસર્ચ પાર્ટનર)ની સાથે આગળ ધપાવી રહી છે. મોનસ્ટારડોટકોમ એ દેશમાં કામકાજ કરતી/ વર્કિંગ મહિલાઓ અને કાર્ય સ્થળ પર થતી ચિંતાઓને સમજવા માટે વિમેન ઓફ ઇન્ડિયા ઇન્ક સર્વે પણ કર્યો છે. આ સર્વેમાં જાણવા મળ્યું કે છે લગભગ 71 ટકા પુરુષો અને 66 ટકા મહિલાઓ અનુભવ છે કે તેમને કાર્ય ઉપર રાખતી સંસ્થા કે કંપનીની માટે લિંગ સમાનતા પ્રથમ પ્રાથમિકતા હોવી જોઇએ. તો 60 ટકા મહિલાઓનું માનવું છે કે કાર્યસ્થળે તેમની સાથે ભેદભાવ રાખવામાં આવે છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments