નારોલમાં આંગડિયા પેઢીમાં 17 લાખની લૂંટ કરનાર ગેંગનો સાગરીત ઝડપાયો

0
56

અમદાવાદ: નારોલની આંગડિયા પેઢીમાં રિવોલ્વર બતાવી રોકડા રૂપિયાની 17 લાખની લૂંટ કરનાર ગેંગના આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ઝડપાયેલો આરોપી ઉત્તરપ્રદેશમાં લૂંટ અને ધાડ જેવા ગુના આચરતી ગેંગનો સાગરીત છે. પોલીસે આરોપી પાસેથી દેશી તમંચો કબ્જે કર્યો છે.

3 લોકોએ નારોલની આંગડિયા પેઢીમાં રૂમમાં પુરી લૂંટ કરી હતી

30 નવેમ્બરના રોજ નારોલમાં આવેલી રમેશકુમાર અંબાલાલ પટેલની આંગડિયા પેઢીમાં સાંજના સમયે ત્રણ લોકોએ ઘૂસી રિવોલ્વર બતાવી હતી. કર્મીઓને રૂમમાં પુરી બે થેલામાં રૂ. 17 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ક્રાઈમબ્રાન્ચે બાતમીના આધારે મહંમદ હારીશ કુરેશી(રહે. રહે. પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી એક દેશી તમંચો, કારતુસ અને બાઈક કબ્જે કર્યું હતું. લૂંટમાં તોસીમ, મહમદ ક્યુબ, શાહિદ ઉર્ફે બાબા, સહજાદ અને ગુલઝાર  નામના આરોપીઓ સાથે મળી લૂંટ કરી હતી.

ઉત્તરપ્રદેશમાં ગેંગના સાગરીતો પર ઈનામ જાહેર કરવામાં આવ્યું છે

આ ગેંગ ઉત્તરપ્રદેશમાં ગેંગ બનાવી અને લૂંટ, ધાડ, ખૂન જેવા ગુના આચરે છે. આરોપી તોસીમ અને શાહિદ ઉપર ઉત્તરપ્રદેશ સરકારે 25000નું ઈનામ જાહેર કર્યું છે. થોડા દિવસ પહેલા જ આ ગેંગ અને યુપી પોલીસ વચ્ચે ફાયરિંગ થયું હતું જેમાં આરોપીઓ ઈજાગ્રસ્ત થયાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here