નાસાએ સૌર મંડળની બહાર એક નવા ગ્રહની ખોજ કરી, આ છે ખાસિયતો

0
47

અમેરિકન અવકાશ એજન્સી નાસાએ સૌર મંડળની બહાર એક નવા ગ્રહની ખોજ કરી છે. જેને HD 21749B નામ આપવામાં આવ્યું છે. આ ગ્રહની ખોજ નાસાના નવા ટ્રાન્જિટિંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઇટે કરી છે. ગ્રહની ખોજ કરનારૂ આ નાસાનું નવું ટેલિસ્કોપ છે. નવો ગ્રહ પૃથ્વીથી અવકાશમાં 53 પ્રકાશ વર્ષના અંતરે આવેલો છે. પૃથ્વીની આટલો નજીક હોવા છતાં તે ઘણો ઠંડો છે. અને તેનું તાપમાન 300 ડિગ્રી ફેરનહીટ છે. HD 21749B એક નાના તારાની પરિક્રમા કરી રહ્યો છે. તેનો એક ચક્કર પૂર્ણ કરવામાં 36 દિવસ લાગે છે. આ ગ્રહ પૃથ્વી કરતા ત્રણ ગણો મોટો છે. તેની સાઇઝના કારણે તે સબ-નેપ્ચ્યૂનની કેટેગરીમાં આવે છે. નિશ્ચિત રીતે કોઇ અન્ય ગ્રહ ઉપર જીવનની સંભાવનાઓ શોધવામાં લાગેલા વૈજ્ઞાનિકો માટે આ મોટી સફળતા છે. વૈજ્ઞાનિકો મુજબ આ ગ્રહ પર ગાઢ વાયુમંડળના કારણે તેના પર જીવનની સંભાવના હોઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here