‘ના, કરણ જોહર મારો પ્રેમી નથી’, તસવીરો વાઈરલ થતાં નેપાળી-અમેરિકન ડિઝાઈનરે ચોખવટ કરવી પડી

0
85

બોલિવૂડ ડેસ્ક: ફિલ્મમેકર કરણ જોહર તેની મૂવી બાદ તેના રિલેશનશિપને લઈને પણ ચર્ચામાં આવ્યો હતો. 25 મેના રોજ કરણ જોહરનો જન્મ દિવસ હતો અને ઇન્ડસ્ટ્રીના સેલેબ્સે સોશિયલ મીડિયા પર કરણને જન્મદિવસની શુભેચ્છા આપતી ઢગલો પોસ્ટ શેર કરી હતી. તેમાં મૂળ નેપાળના અને અમેરિકામાં વસતા ડિઝાઈનર પ્રબલ ગુરુંગે પણ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકી હતી. પરંતુ તેણે મૂકેલા કેપ્શને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કરણ જોહર ‘ગે’ છે તે વાત કોઈથી છુપી નથી અને પ્રબલના ‘જબ પ્યાર કિયા તો ડરના ક્યા’ કેપ્શનથી લોકો તેમના સમલૈંગિક સબંધો હોવાની અટકળો લગાવી રહ્યા હતા. પરંતુ આ વાતને જળમૂળથી નકારતાં પ્રબલે ટ્વીટ કરીને ખુલાસો કર્યો કે, ‘હું કરણ જોહરને ડેટ નથી કરી રહ્યો. તે મારો સારો મિત્ર, ગુરુ અને મોટો ભાઈ છે.’

આખી વાત એવી છે કે, પ્રબલે બર્થડે પર ફોટો શેર કરી લખ્યું હતું કે, ‘જબ પ્યાર કિયા તો ડરના ક્યા. હેપ્પી બડે કેજો.’ આ પોસ્ટ પર કરણે ‘બસ કરો ભૈયા’ની સાથે હસતાં ઈમોજીવાળી કમેન્ટ કરી હતી. ત્યારબાદ કરણ અને પ્રબલના સંબંધોની ચર્ચાઓ થઇ રહી હતી. પ્રબલે આ બાબતે ખુલાસો કરતાં એક લાંબી પોસ્ટ કરી છે. તેમાં તેણે લખ્યું છે કે, ‘મને ઘણું દુઃખ થાય છે કે મારે આ કહેવાની જરૂર પડી પણ વાતને ક્લીઅર કરવા માટે કહું છું કે, હું કરણ જોહર સાથે રોમેન્ટિક રિલેશનશિપમાં નથી. કરણ મારા સારા મિત્રોમાંનો એક છે. જરૂરિયાતના સમયમાં હું જેની પાસે જઈ શકું એવો વ્યક્તિ છે કરણ. તે મારો ગુરુ, મેન્ટર અને એ બધાથી વિશેષ તે મારા મોટા ભાઈ જેવો છે. કરણને હું દિલથી વખાણું છું અને આદર કરું છું. તે હંમેશાં મારા અને મારા પરિવાર માટે ખડે પગે ઊભો રહ્યો છે. આ અને બીજાં ઘણાં બધાં કારણો છે કે હું કરણને પ્રેમ કરું છું પણ એક ફ્રેન્ડ તરીકે, મોટા ભાઈ તરીકે.’

કરણ માટેના તેના પ્રેમને રોમેન્ટિક રિલેશનશિપ તરીકે ગણાવવા બાબતે વધુમાં તેણે ઉમેર્યું કે, ‘21મી સદીમાં આ રીતે પ્રેમને ખોટી રીતે સમજવો એ ખરેખર પયા વગરની અને અપરિપક્વ બાબત છે. હું 5 વર્ષથી હેપી રોમેન્ટિક રિલેશનશિપમાં છું પણ કરણ સાથે નહીં. પ્રેમ માત્ર એક જ પ્રકારનો નથી હોતો. પ્રેમની કોઈ એક જ પરિભાષા નથી હોતી. પ્રેમનાં ઘણાં બધાં રૂપ હોય છે.’

પ્રેમ, રિલેશન વિશે પ્રબલે લખ્યું કે, ‘જે મીડિયા મારા અને કરણની ફ્રેન્ડશિપ અને બ્રધરહૂડને તેનાથી વિશેષ બતાવી રહ્યા છે તેમને હું વિનમ્રતાથી કહું છું કે, તેઓ બે વ્યક્તિ, બે પુરુષ વચ્ચેના પ્રેમને લઈને ફરીથી વિચારે. આપણે પ્રેમની વ્યાખ્યાને વિસ્તારવી જોઈએ. મને એવું લાગે છે કે, દરેક વ્યક્તિએ તેઓ જેને પ્રેમ કરવા ઈચ્છે તેને જાહેરમાં, ગર્વથી પ્રેમ કરવો જોઈએ.’

View this post on Instagram

Pyaar Kiya To Darna Kya. Happy birthday KJo.

A post shared by Prabal Rana Gurung (@troublewithprabal) on

પ્રબલ ગુરુંગ અમેરિકન-નેપાળી ફેશન ડિઝાઈનર છે. પ્રબલ અગાઉ ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે ઈશા અંબાણીએ તેનો આઉટફિટ આ વર્ષના ‘કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહેર્યો હતો.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here