Sunday, November 28, 2021
Homeનિકના પરિવારનો આ સભ્ય પ્રિયંકાને કરે છે સખત નફરત, આજ સુધી દેશીગર્લને...
Array

નિકના પરિવારનો આ સભ્ય પ્રિયંકાને કરે છે સખત નફરત, આજ સુધી દેશીગર્લને સ્વીકારી નથી

બોલીવુડ અને હોલીવુડની મશહૂર એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા આજકાલ સતત ચર્ચામાં છે. ગત વર્ષે બોયફ્રેન્ડ નિક જોનાસ સાથે લગ્ન કર્યા ત્યાર પછીથી તેને લઇને સતત કોઇને કોઇ ખબર આવી રહી છે. લગ્ન બાગ પ્રિયંકા અને નિકના વીડિયોઝ અને ફોટોજ વાયરલ થઇ રહ્યાં છે.

પ્રિયંકા હાલ પોતાની મેરિડ લાઇફ એન્જોય કરી રહી છે. આ વચ્ચે નિક બ્રધર્સનું એક ઇન્ટરવ્યુ સામે આવ્યું છે. આ વીડિયોમાં નિકના ભાઇ કેવિન જોનાસ જણાવી રહ્યાં છે કે ઘરમાં એક શખ્સ એવો હતો જેને પ્રિયંકા બિલકુલ પસંદ ન હતી.

https://www.instagram.com/p/Bun9elVgJLM/?utm_source=ig_embed

પ્રિયંકાનો ઉલ્લેખ કરતાં તેણે જણાવ્યું કે તેની દિકરી વેલંટીનાકઇ રીતે શરૂઆતમાં પ્રિયંકાને પોતાના પરિવારમાં સ્વીકારી શકતી ન હતી.

તેણે જણાવ્યું કે તે હવે પ્રિયંકા સાથે હળીમળી ગઇ છે. પરંતુ શરૂઆતમાં ઘણી ગરબડ થઇ. હકીકતમાં તેની નાની દિકરી વેંટેલિના નિકની ઘણી નજીક છે. જ્યારે તે પ્રિયંકાને મળી ત્યારે પ્રિયંકાનો હાથ નિકના ખભા પર હતો અને જ્યારે પ્રિયંકા નિક પર હાથ મુકે છે ત્યારે વેંટેલિના તેનો હાથ હટાવી દેતી. કેવિનની આ વાત સાંભળીને નિક પણ હસી પડ્યો.

જણાવી દઇએ કે તાજેતરમાં જોનાસ બ્રધર્સનો વીડિયો ‘Sucker’ રિલિઝ થયો છે. આ વીડિયોમાં નિક જોનાસ તેના બંને ભાઇ કેવિન અને જૉ જોનાસ ઉપરાંત પ્રિયંકા ચોપરા, સોફી ટર્નર અને જેનિએસ સાથે જોવા મળી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments