Thursday, September 23, 2021
Homeનિકોલના યુવકે નાણા સલવાઇ જતા મેદરા નર્મદા કેનાલમા ઝંપલાવી મોતને વહાલું ક્યુ’
Array

નિકોલના યુવકે નાણા સલવાઇ જતા મેદરા નર્મદા કેનાલમા ઝંપલાવી મોતને વહાલું ક્યુ’

નાણા સલાવાઇ જતા નરોડાના યુવકે ચીઠી લખીને મેદરા નર્મદા કેનાલમા ઝપલાવીયુ કેનાલ ઉપરથી બાઇક અને મોબાઇલ ફોન અને ચીઠી મળી આવી.

 

ગાંધીનગર જિલ્લામાથી પસાર થતી નર્મદા કેનાલ માં હારેલા થાકેલા અને જિદગીમાં નિષ્ફળતા પામેલા લોકો માટે જાણે મોતનુ મેદાન બની ગયુ હોય તેમ આ નર્મદા કેનાલ મા અવાર નવાર લોકો પોતાની અમુલ્ય જીદગી વેડ્ફી નાખવાનો બનાવો વધી જવા પામ્યા છે. આવો જ બનાવ ગઇકાલે અમદાવાદ કુષ્ણ વિહાર સોસાઇટી નિકોલ નરોડ રોડ પર રહેતો એક યુવાન નામે જીઇલા રાહુલ વિનુભાઇ ઉમર વર્ષ ૨૮  પાસે આવેલ મેદરા નર્મદા કેનાલ ઉપર બાઇક  અને મોબાઇલ ફોન  મુકી કેનાલમા કુદી પડતા ફાયર બીગ્રેડ્ ટીમે ગઇકાલે આ યુવાન ની લાશને શોધવા માટે સાંજ સુધી મહેનત કરતા આ લાશ મળી ન હતી ત્યારે આજે સવારે દહેગામ તાલકુ ના બહિયલ ગામના કાલુભાઇ તરવૈયાની ૧૪ જેટલા માણસો ધરાવતી ટીમ આ લાશને બે કલાકમાં બહાર કાઢી હતી અને આ લાશને પીએમ માટે મોકલી દેવામાં છેં આ બનાવ બનતા આ કેનાલ ઉપર લોકના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને મૃતક પાસેથી મળી આવેલી ચીઠીમા લોકો પાસે નાણા લેવાનુ જણાવ્યુ હતુ કરણ રાવલ પાસેથી ત્રીસ હજાર અને નિખીલ પંચાલ પાસેથી એક લાખ લેવાના નીકળે છે પોતાના નાણા સલવાઇ જતા નર્મદા કેનાલમાં કુદકો મારી મોતને વ્હાલું  કર્યુ હતુ.

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments