Sunday, November 28, 2021
Homeનિકોલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર ગોળીબાર કરનારો બીકા ગેંગનો મુખ્ય સૂત્રધાર પકડાયો
Array

નિકોલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર ગોળીબાર કરનારો બીકા ગેંગનો મુખ્ય સૂત્રધાર પકડાયો

અમદાવાદ: ગુજરાત-રાજસ્થાનમાં આંગડિયા લૂંટ, પેટ્રોલ પંપ લૂંટ, બેંક લૂંટ સહિતના ગુના આચરનારી કુખ્યાત બીકા ગેંગના મુખ્ય સૂત્રધાર અમરસિંહ રાજપૂતની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. બીકા ગેંગ 7 મહિના પહેલાં અમદાવાદમાં આંગડિયા તેમ જ બેંક લૂંટ કરવા આવી હતી. ક્રાઇમ બ્રાંચને બાતમી મળતા પોલીસ ગેંગને પકડવા પહોંચતા ગેંગના માણસો પોલીસ પર ગોળીબાર કરી ભાગી ગયા હતા. પોલીસેે બીકા ગેંગના 5ની ધરપકડ કરી હતી, પરંતુ અમરસિંહ નાસતો હતો.

રાજસ્થાનથી સાગરિતોને રહેવા બોલાવ્યા હતા

ગુજરાત અને રાજસ્થાનમાં ચોરી-લૂંટના ગુના આચરનારી કુખ્યાત બીકા ગેંગના મુખ્ય સૂત્રધાર અમરસિંહ ઉર્ફે અમૃતસિંહ ભીમસિંહ રાજપૂત (25) જૂન 2018માં કઠવાડાની નીલકંઠ રેસિડેન્સીમાં મકાન ભાડે રાખ્યું હતું. જ્યાં તેણે રાજસ્થાનથી સાગરિતોને રહેવા બોલાવ્યા હતા અને આ ગેંગ અમદાવાદમાં બેંક અથવા તો આંગડિયા લૂંટને અંજામ આપવાના હતા.

બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે તેને ઝડપી લીધો

ક્રાઇમ બ્રાંચના પીએસઆઈ વાય. એમ. ગોહિલને આ વિશે બાતમી મળતા તેઓ ટીમ સાથે બીકા ગેંગને પકડવા પહોંચ્યા હતા, પરંતુ ગેંગના માણસો પોલીસ પર આડેધડ ગોળીબાર કરી ભાગી ગયા હતા. જ્યારે સ્થળ પરથી પોલીસે પ્રતાપસિંહ કેસરીસિંહ રાજપૂતને 1 તમંચા અને 8 કારતૂસ સાથે ઝડપી લીધો હતો. જ્યારે અમરસિંહ અને તેના 4 સાગરિત અરવિંદસિંહ ઉર્ફે પપ્પુ સેતાનસિંહ બીકા, ગોવર્ધનસિંહ પીન્ટુસિંહ લાલસિંહ, દિનેશગિરિ બાપજી પોપટગિરિ ગોસ્વામી અને વિનોદકુમાર તેજારામ માલવિયા નાસી ગયા હતા. પોલીસે સમયાંતરે ચારેય આરોપીને પોલીસે ઝડપી લીધા હતા અને હાલમાં તે જેલમાં છે. જ્યારે અમરસિંહ રાજપૂત નાસતો ફરતો હતો, જેના વિશે મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે તેને ઝડપી લીધો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments