નિકોલમાં એક લગ્ન પ્રસંગમાં સાત લાખ રૂપિયા ભરેલી સોનાની થેલી ચોરીને દસથી બાર વર્ષનો બાળક ભાગી ગયો હતો આ દ્રશ્ય CCTVમાં ઝડપાઈ ગયું હતું આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ બાપુનગરમાં રહેતા દિનેશભાઈ ખોડાભાઇ પટેલની પુત્રી ધારાના લગ્ન રસરાજ જેકપોટ- 1 પાર્ટી પ્લોટમાં 10 ફેબ્રુઆરીના રોજ રાખવામાં આવ્યા હતા દિનેશભાઈએ લગ્નની વિધિ ચાલતી હતી ત્યારે તેમણે દીકરીને લગ્નમાં આપવાની ભેટસોગાદ તરીકેના દાગીના પ્લાસ્ટિકની થેલીમાં ભરીને તેમના પગ પાસે મૂકી હતી.
દરમિયાન રાત્રે આઠ વાગે તેમની દીકરીની કન્યાદાનની વિધિ ચાલતી હતી ત્યારે સોનાના દાગીના ભરેલી તેમની નજર ચૂકવીને કોઈ ચોરી ગયું હતું તેમણે જોયું તો 10 થી 12 વર્ષની એક છોકરો થેલી લઈને પાર્ટી પ્લોટની પાછળની તરફ ભાગી ગયો હતો તેમણે બૂમાબૂમ કરતા સગાસંબંધીઓ આ છોકરાની પાછળ દોડ્યા હતા પરંતુ છોકરો અંધારાનો લાભ લઈને ભાગી ગયો હતો.
થેલીમાં 7 લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના હતા બીજી તરફ તેના સીસીટીવી કેમેરામાં દસથી બાર વર્ષનો છોકરો બેગ લઈને રવાના થતો નજરે ચડે છે આ અંગે દિનેશભાઇએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.