Monday, December 5, 2022
Homeદેશનિયુક્તી પત્ર આપવાનું અભિયાન સતત ચાલતું રહેશે: PM મોદી

નિયુક્તી પત્ર આપવાનું અભિયાન સતત ચાલતું રહેશે: PM મોદી

- Advertisement -

પીએમ મોદીએ જોબ ફેર દ્વારા મંગળવારે નિમણૂક પત્રોનું વિતરણ કરી રહ્યા છે. મંગળવારે તેમણે કહ્યું હતું કે, યુવાનોને નોકરી આપવાની પ્રક્રિયા ચાલુ રહેશે. સરકારે 2023ના અંત પહેલા 10 લાખ નોકરીઓ આપવાની યોજના તૈયાર કરી છે. પીએમ મોદીએ નવા જોડાનાર યુવાનોનું સ્વાગત કર્યું અને તેમને શુભેચ્છા પાઠવી.

મંગળવારે પીએમ મોદીએ નવી નિમણૂક મળવાને કેન્દ્ર સરકારના પ્રતિનિધિ ગણાવ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રોજગાર મેળા સાથે જોડાયેલા તમામ યુવાન મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન, આજે સાથે મળીને દેશના હજારો ઘરોમાં ખુશીઓની શરૂઆત થઈ ગઈ છે. તેમણે કહ્યું, રોજગાર મેળા દ્વારા દેશના યુવાનોને નિમણૂક પત્રો આપવાનું આ અભિયાન સતત ચાલુ રહેશે.

પીએમ મોદીએ જાણકારી આપી કે પીએલઆઈથી 60 લાખ નવી નોકરીઓ પેદા થવાની આશા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મેક ઇન ઇન્ડિયા અને વોકલ ફોર લોકલ જેવી પહેલો રોજગારીનું સર્જન કરે છે અને સ્વરોજગારીની તકો ઊભી કરે છે. આજે જે લોકો પોતાનો બિઝનેસ કરવા માંગે છે તેમને મુદ્રા લોનથી મોટી મદદ મળી રહી છે અને અત્યાર સુધીમાં 35 કરોડથી વધુ લોન આપવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular