- Advertisement -
મુંબઈઃ કોંગ્રેસ નેતા સંજય નિરુપમે શનિવારે ટ્વિટ કરીને કહ્યું કે, હવે એક રૂમ રસોડાનાં દિવસો ગયા, મુંબઈનાં લોકો હવે એક બેડરૂમ અને હોલમાં રહેશે. આ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો વાયદો છે. તમામને 500 ચોકિમીનું ઘર મફતમાં મળશે. કોંગ્રેસને જીતાડો, 1BHK મેળવો. અમે ઝુપડપટ્ટીવાસીઓનું જીવન સુધારવાનો સંકલ્પ કર્યો છે.
રાહુલે શુક્રવારે મુંબઈની એક સભામાં જાહેરાત કરી હતી કે, કેન્દ્રમાં સત્તા આવ્યાનાં 10 દિવસમાં જ મુંબઈની ઝુપડપટ્ટીમાં રહેતા લોકોને 500 ચોકીમીનાં મકાન આપવામાં આવશે. હું 10 દિવસનો વાયદો કરી રહ્યો છું, પણ આ કામ 2 દિવસમાં જ થઈ જશે.
કોંગ્રેસ ભારતીય ગરીબોનાં ખાતામાં પૈસા જમા કરશે
સભા દરમિયાન રાહુલે કહ્યું કે, નરેન્દ્ર મોદીજી 15 લોકોને પૈસા આપે છે. પરંતુ 2019માં કોંગ્રેસ પાર્ટીની સરકાર જેવી આવશે તેવી જ હિન્દુસ્તાનનાં દરેક ગરીબ વ્યક્તિને ભલે તે શહેરમાં રહેતો હોય કે ગામમાં, કોઈ પણ વિસ્તારમાં રહેતો કોઈ પણ ધર્મ કે જાતિનો હોય દરેક ગરીબને કોંગ્રેસ પાર્ટી મિનિમમ ઈનકમ ગેરંટી કરીને આપશે. જેનો અર્થ દર મહિને હિન્દુસ્તાની ગરીબનાં ખાતામાં કોંગ્રેસ પાર્ટીની સરકાર સીધા પૈસા જમા કરશે.
જો વાડપ્રધાન મોદી નીરવ મોદી, મેહુલ ચોક્સી , અંબાણી જેવા 15 લોકોને સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા આપી શકતા હોય, તો કોંગ્રેસ પાર્ટી દેશનાં દરેક ગરીબનાં ખાતામાં પૈસા જમા કરાવી જ શકે છે. ચોકીદાર અનિલ અંબાણીને ભેટે છે અને HALમાંથી પૈસા ચોરી કરીને અંબાણીના ખિસ્સા ભરે છે. રાફેલ મુદ્દે અમે જ્યારે સંસદમાં પ્રશ્નો કર્યા ત્યારે ચોકીદારે દોઢ કલાક ભાષણ આપ્યુ. પરંતુ હિન્દુસ્તાની જનતાનો જવાબ આપી શક્યા નહી કારણ કે ચોકીદાર જ ચોર છે.
ગઠબંધન માટે કોંગ્રેસ પાર્ટીનાં દરવાજા હંમેશા ખુલ્લા છે
રાહુલે કહ્યું કે આ લોકસભા ચૂંટણીમાં લોકોની વિચારધારાઓની લડાઈ છે. આપણે ભાજપને હરાવવાનું છે. જે પણ ગઠબંધનનાં માધ્યમથી અમારી સાથે ચાલવા માગે છે , કોંગ્રેસ પાર્ટીનાં દરવાજા હંમેશા તેમની માટે ખુ્લ્લા છે.