નિર્ણય : હવે પાણી ચોરી કરતા ઝડપાયા તો 2 વર્ષની સજા અને 2 લાખ દંડ ભરવો પડશે

0
28

અમદાવાદ: રાજ્યમાં કેનાલોમાંથી મોટા પાયે થતી પાણીની ચોરીને અટકાવવા માટે સરકારે એક ખાસ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા પાણીની ચોરીની સજામાં વધારો કરવા માટે વિધાનસભામાં બિલ પસાર કરવામાં આવ્યું છે. જેને પાસ કરવામાં આવ્યું છે. નવા નિર્ણય અનુસાર, પાણી ચોરી કરનાર આરોપીની સજા અને દંડમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે વિધાન સભામાં આ બિલનો કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો અને સભામાંથી વોકઆઉટ કર્યું હતું.

ગુજરાત ઇરિગેશન અને ડ્રેનેજ સંશોધન બિલ 2019 અને ગુજરાત ડોમેસ્ટિક વોટર સપ્લાય બિલ 2019ને બહુમત સાથે વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો છે. આ ખરડો પસાર થયા બાદ હવે કોઇ વ્યક્તિ પાણી ચોરી કરતો પકડાશે તેમજ ગુનો સાબિત થશે તો તેને 2 વર્ષની જેલ અને 2 લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે. ઇરિગેશન અને ડ્રેનેજ સંશોધન બિલ વિધાનસભામાં રજૂ કરનાર રાજ્ય વિદ્યુત મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, આ નિર્ણય લેવા પાછળનો મુખ્ય હેતુ પાણી ચોરીને અટકાવવાનો છે. જોકે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ બંન્ને બિલનો વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું કે, પાણી એક આધારભૂત અધિકારે છે. સરકાર લોકો સુધી પીવાનું પૂરતું પાણી આપવામાં પણ નિષ્ફળ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here