Tuesday, September 21, 2021
Homeનિસાન મોટર્સના પૂર્વ ચેરમેન કાર્લોસની જામીન મળ્યાના 28 દિવસ બાદ ફરી વિશ્વાસઘાતના...
Array

નિસાન મોટર્સના પૂર્વ ચેરમેન કાર્લોસની જામીન મળ્યાના 28 દિવસ બાદ ફરી વિશ્વાસઘાતના આરોપમાં ધરપકડ

ટોક્યોઃ નિસાન મોટર્સના પૂર્વ ચેરમેન કાર્લોસ ઘોસને જામીન મળ્યાના 28 દિવસ બાદ તેમની ફરીથી ધરપકડ કરવામાં આવી છે. જાપાનના મિડિયાના જણાવ્યા પ્રમાણે, ગુરૂવારે સવારે તેમની ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. તેમની પર ભરોસો તોડીને વાતાવરણ બગાડવાનો નવો આરોપ લાગ્યો છે.

ગત વખતે ભષ્ટ્રાચારના આરોપમાં ધરપકડ થઈ હતી

ગત વર્ષે 19 નવેમ્બર 2018ના રોજ થયેલી ધરપકડ બાદ તેમને 6 માર્ચ 2019ના રોજ સશરત જામીન મળ્યા હતા. તે 108 દિવસ જેલમાં રહ્યાં હતા. નવેમ્બરમાં તેમની ભષ્ટ્રાચાર, નિસાનના પૈસાનો વપરાશ પોતાના માટે અને આવક ઓછી દેખાડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે ઘોસ તમામ આરોપોને ખોટા હોવાનું કહી રહ્યાં છે.

જાપાનના કાયદા મુજબ કોઈ પણ આરોપીની અલગ-અલગ આરોપ માટે એકથી વધુ વખત ધરપકડ કરવામાં આવી શકે છે. તેનાથી તપાસ કરનારને આરોપીની લાંબા સમય સુધી પુછપરછ કરવાની પરવાનગી મળે છે.

અમેરિકાના મિડિયાના જણાવ્યા પ્રમાણે બીજી વાર ધરપકડ બાદ ઘોસે તેને પ્રવકતા દ્વારા કહ્યું છે હું નિર્દોષ છું અને હાર માનીશ નહિ. મારી વિરુદ્ધ લાગેલા આરોપ પાયાવિહોણા છે.

બુધવારે ઘોસે ટ્વિટર દ્વારા કહ્યું હતું કે અગામી સપ્તાહે પ્રેસ કોન્ફરન્સ કરીને તે સાચી વાત રજૂ કરશે. ઘોસ જાપાનની ઓટો ઈન્ડસ્ટ્રીના ટોપ અધિકારીઓમાં સામેલ હતા. તેમણે 20 વર્ષ પહેલા નિસાનને દેવાળીયા થતા અટકાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments