Wednesday, April 17, 2024
Homeનીતા અંબાણીએ આ લોકો માટે જિયો વર્લ્ડ સેન્ટરમાં ધીરુભાઈ અંબાણી સ્ક્વેરનું ઉદ્ઘાટન...
Array

નીતા અંબાણીએ આ લોકો માટે જિયો વર્લ્ડ સેન્ટરમાં ધીરુભાઈ અંબાણી સ્ક્વેરનું ઉદ્ઘાટન કર્યું

- Advertisement -

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ ગરીબ અને વંચિત બાળકો માટે મુંબઈ સ્થિત જિયો વર્લ્ડ સેન્ટરમાં ધીરુભાઈ અંબાણી સ્ક્વેરનું ઉદ્ઘાટન કર્યું. આ નવું અને ગૌરવશાળી આઈકોન બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષ માં ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલની સામે સ્થિત છે. આ અવસરે શહેરમાં સુવિધાઓથી વંચિત બાળકો માટે મ્યુઝિકલ ફાઉન્ટેન શોના પ્રિમિયરનું પણ આયોજન કરાયું હતું.

12 માર્ચથી શહેરના લગભર 7 હજાર પ્રોટેક્ટર્સ માટે બે વધુ વિશેષ મ્યુઝિકલ ફાઉન્ટેન શો થશે. અંબાણી પરિવારે 13 માર્ચ સુધી શહેરના તમામ અનાથાશ્રમો અને વૃદ્ધાશ્રમોમાં દૈનિક અન્ન સેવા આપશે. નિતા અંબાણીએ કહ્યું કે ધીરુભાઈ અંબાણી સ્ક્વેર અને જીઓ વલ્ડ ભારતના એક મહાન પુત્રના દ્રષ્ટિકોણને પૂરુ કરે છે. જે માને છે કે ભારતમાં રાષ્ટ્ર નિર્માણના પ્રત્યેક ક્ષેત્રમાં વૈશ્વિક ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાની ક્ષમતા છે.

આ મ્યુઝિકલ ફાઉન્ટેન શો પણ ખાસ છે. બાળકો માટે મ્યુઝિકલ ફાઉન્ટેન કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ વંદે માતરમ અને જય હો ગીત હતું. બંને લોકપ્રિય ગીત છે. અને તેને આ વોટર ફાઉન્ટ સાથે તાલમેલમાં પ્રસ્તુત કરાયું છે. તમામ ઉપસ્તિત લોકો અને બાળકોએ તેનો ભરપૂર આનંદ લીધો.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular