Monday, October 18, 2021
Homeનીતા અંબાણીના શાહી સ્નાન અને રૉયલ બાથરૂમ વિશે જાણીને રહી જશો દંગ
Array

નીતા અંબાણીના શાહી સ્નાન અને રૉયલ બાથરૂમ વિશે જાણીને રહી જશો દંગ

મુંબઇ: દરેક વ્યક્તિને પોતાના અલગ શોખ હોય છે. જેને પોતાની મરજી પ્રમાણએ પૂરા કરવાનું પસંદ કરે છે. કેટલાક લોકો તો આ શોખને જગજાહેર કરતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે તો કેટલાક લોકો ઘરની ચાર દિવાલની અંદરજ રાખે છે. શોખ કોઇ પણ હોય પરંતુ મોટાભાગના કેસમાં પૈસા ખર્ચ કરવા પડે છે. હવે એવામાં કોઇ મહિલાનો પતિ ભારતનો સૌથી મોટો અમીર વ્યક્તિ હોય તો એના શું શું શોખ હશે એનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. અમે વાત કરી રહ્યા છે મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીની…

નીતા અંબાણીના ફોટા, વીડિયો મોટાભાગે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થતા રહે છે. એનું કારણ એ છે કે દેશના સૌથી અમીર વ્યક્તિની પત્નીની લાઇફસ્ટાઇવ માટે ખૂબ જ ઉત્સુક રહે છે.

આમ તો નીતા અંબાણીને ઘણી ચીજોનો શોખ છે પરંતુ આજે અમે તમને નીતા અંબાણીના શાહી સ્નાન અને બાથરૂમ માટે ચર્ચા કરીશું. તમે લોકોએ અંબાણી પરિવારના એન્ટિલિયા માટે તો સાંભળ્યું જ હશે. 27 માળના આ બિલ્ડિંગમાં દરેક ફ્લોર પર એક સ્વિમિંગ પુલ બનેલું છે. નીતા અંબાણી આ સ્વિમિંગ પુલમાં ન્હાવાનું પસંદ કરે છે.

નીતાને જ્યારે એ સ્વિમિંગ પુલમાં ડૂબકી મારવાની ઇચ્છા થાય છે, ત્યારે એ તમામ નોકરોને ત્યાંથી ચાલ્યા જવાનો આદેશ આપે છે. નીતા અંબાણી પૂલમાં ઊતરતા પહેલા નોકરોથી ભરેલો એ સમગ્ર ફ્લોર ખાલી કરાવી દે છે. ત્યારબાદ નીતા અંબાણી એકલી શાંતિથી શાહી સ્નાન કરે છે.

સ્વિમિંગ પુલમાં ડૂબકી લગાવવા ઉપરાંત નીતા પોતાના રોયલ બાથરૂમમાં પણ ન્હાવાનું પસંદ કરે છે. નીતાનું બાથરૂમ સમગ્ર રીતે ઓટોમેટિક છે. જેની અંદર ઘણી મોંઘી અને સુંદર ચીજો લાગેલી છે. આ બાથરૂમની ખાસ વાત એ છે કે તમે તમારા મૂડ હિસાબથી આ બાથરૂમનું વાતાવરણ બદલી શકો છો. ઉદાહરણ તરીકે જો તમને દરિયામાં ન્હાવાનું મન થાય છે તો આ બાથરૂમમાં લાગેલા પ્રોજેક્ટર અને લાઇટિંગ સમુદ્રના પાણી, માછલી અને અન્ય ચીજોના ફોટો પ્રોજેક્ટર કરીને માહોલ બદલી દેવાય છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments