Tuesday, September 28, 2021
Homeનીતા અંબાણી કરતા પણ વધુ સુંદર દેખાય છે તેમની બહેન, લાઈમલાઈટથી રહે...
Array

નીતા અંબાણી કરતા પણ વધુ સુંદર દેખાય છે તેમની બહેન, લાઈમલાઈટથી રહે છે દૂર

મુકેશ અંબાણીનો દીકરો આકાશ અંબાણી નવમી માર્ચે શ્લોકા મહેતા સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયો હતો. આ રોયલ લગ્નમાં બોલિવુડ, સ્પોર્ટ્સ અને પોલિટિક્સની દુનિયાના દિગ્ગજ સેલિબ્રિટીઝ શામેલ થયા હતા. લગ્ન પછી પણ અંબાણી પરિવારના ફોટોઝ સોશ્યલ મીડિયા પર છવાયેલા રહે છે.

સોશિયલ મીડિયા પર નીતા અંબાણીની બહેન મમતા દલાલ અને માતા પૂર્ણિમા દલાલના ફોટોઝ વાયરલ થઇ રહ્યા છે. આ ફોટોઝ આકાશ અંબાણીના લગ્ન પ્રસંગની છે. મમતા દલાલે લાલ રંગની સાડી પહેરી હતી જેમાં તે સુંદર લાગી રહ્યા હતા જ્યારે નીતા અંબાણીની માતાએ ક્રીમ કલરની સાડી અને સિમ્પલ મેક અપ કર્યો હતો.

https://www.instagram.com/p/Bu3az0hjV3m/?utm_source=ig_embed

નીતા અંબાણીના પિતા રવિન્દ્ર દલાલ અને પૂર્ણિમા દલાલ છે. મમતા દલાલ નીતા અંબાણીની મોટી બહેન છે. નીતા અંબાણી અબજોનો બિઝનેસ સંભાળે છે. અને સ્ટાઈલ સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં રહે છે જ્યારે મમતા દલાલ અંબાણીની સ્કૂલ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોને ભણાવે છે. મમતા મનીષ મનીષ મલહોત્રા માટે રેમ્પ વૉક પણ કરે છે.

ઉલ્લેખનીય છે કે બોલિવુડ અને સ્પોર્ટ્સ જગતના તમામ સેલેબ્સના બાળકો ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં જ ભણે છે. શાહરુખ, ઐશ્વર્યા, રવિના ટંડન, હૃતિક રોશન, ચંકી પાંડે અને સચિન તેંડુલકરના બાળકોને મમતાએ ભણાવ્યા છે.મમતાએ એક ઈન્ટરવ્યુમાં એમ પણ જણાવ્યું હતું કે “દુનિયા માટે આ સેલેબ્સના બાળકો હશે મારા માટે માત્ર મારા સ્ટૂડ્ન્ટ્સ છે.”

https://www.instagram.com/p/BrQe9s4DwNQ/?utm_source=ig_embed

આકાશ અંબાણી અને શ્લોકાના લગ્ન પ્રસંગે મમતા દલાલે સ્ટેજ પર પરફોર્મ કર્યુ હતુ જેમાં ટીના અંબાણી અને નીતા અંબાણી પણ શામેલ હતા.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments