નીતિનભાઈના દીકરા સન્નીના છે આ તારીખે લગ્ન, અમદાવાદમાં યોજાશે રિશેપ્શન

0
33

ગુજરાતમાં હાલમાં લગ્નના માહોલ વચ્ચે રાજ્યના કદાવર નેતા નીતિનભાઈ પટેલના દીકરાના લગ્ન થયા છે. 21મી જાન્યુઆરીએ પુત્ર સન્નીનાં લગ્ન સ્વરા સાથે થયા છે. લગ્નના આ સમારંભમાં નીતિનભાઈએ ચાંલ્લો કે ભેટ અસ્વીકાર્ય હોવાનું પત્રિકામાં છપાવ્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પુત્ર સન્નીના 29મીએ લગ્ન છે. જેનું રિસેપ્શન 30મીએ અમદાવાદના ભાડજ સર્કલ સ્થિત ખાનગી પાર્ટી પ્લોટમાં રાખવામાં આવ્યું છે.

ભાડજ સર્કલ પાસે આવેલા એક પાર્ટી પ્લોટ ખાતે 30મીએ સન્ની પટેલનું રિસેપ્શન યોજાશે. સાડા છ વાગ્યાથી પરિવારજનોની ઉપસ્થિતિમાં રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ અને સમાજના અગ્રણીઓ હાજરી આપશે. નીતિન પટેલના પુત્રના સન્નીના લગ્ન સ્વરા સાથે થશે. જ્યારે બીજું 30મીએ અમદાવાદમાં યોજાશે અને છેલ્લું તેમના મતવિસ્તાર મહેસાણામાં રાખવામાં આવશે.

રીનાબેન અને મહેન્દ્ર પટેલની દીકરી સ્વરા સાથે સન્નીના લગ્નનું રિસેપ્શન અલગ અલગ તબક્કામાં યોજાવાનું છે. જેમાં 30મી જાન્યુઆરીએ અમદાવાદમાં સાયન્સ સીટી પાસે આવેલા એક પાર્ટી પ્લોટમાં યોજાશે. મહેસાણામાં સૌથી છેલ્લે રિસેપ્શન યોજાશે. નીતિનભાઈ હાલમાં વ્યસ્ત હોવા વચ્ચે આજે કેબિનેટમાં હાજરી આપી હતી. આ લગ્નમાં રાજ્યના મોટા ઉદ્યોગપતિઓ સાથે રાજકીય નેતાઓને આમંત્રણ અપાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here