Tuesday, December 7, 2021
Homeનીતિન પટેલના દીકરાના રિસેપ્શનમાં નરેન્દ્ર મોદી હાજરી આપશે, નવદંપતીને આશીર્વાદ પાઠવશે
Array

નીતિન પટેલના દીકરાના રિસેપ્શનમાં નરેન્દ્ર મોદી હાજરી આપશે, નવદંપતીને આશીર્વાદ પાઠવશે

અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પુત્ર સન્નીના 29મીએ લગ્ન છે. જેનું રિસેપ્શન 30મીએ અમદાવાદના ભાડજ સર્કલ સ્થિત ખાનગી પાર્ટી પ્લોટમાં રાખવામાં આવ્યું છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે અને નવદંપતીને સુખી લગ્નજીવનના આશીર્વાદ આપશે.

ભાડજ સર્કલ પાસે આવેલા સેવન સીઝ પાર્ટી પ્લોટ ખાતે 30મીએ સન્ની પટેલનું રિસેપ્શન યોજશે. સાડા છ વાગ્યાથી પરિવારજનોની ઉપસ્થિતિમાં રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ અને સમાજના અગ્રણીઓ હાજરી આપશે.

નીતિન પટેલના પુત્રના સન્નીના લગ્ન સ્વરા સાથે થશે. તેનું પ્રિ-વેડિંગ રિસેપ્શન આજે કડીમાં એટલે કે નીતિન પટેલના વતન કડીમાં યોજાશે. જ્યારે બીજું 30મીએ અમદાવાદમાં યોજાશે અને છેલ્લું તેમના મતવિસ્તાર મહેસાણામાં રાખવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments