Monday, October 18, 2021
Homeનીતિન પટેલે માર્ગ-મકાનમંત્રી તરીકે ભુજને બે ફ્લાય ઓવર અને નાણામંત્રી તરીકે એકની...
Array

નીતિન પટેલે માર્ગ-મકાનમંત્રી તરીકે ભુજને બે ફ્લાય ઓવર અને નાણામંત્રી તરીકે એકની જાહેરાત

ભુજઃ વિધાનસભામાં બજેટ રજૂ કરતી વેળાએ પોતાના પ્રવચનમાં નાણામંત્રી નિતીન પટેલે ભુજ સહિત રાજ્યના અન્ય કેટલાક શહેરોમાં મળીને 75 ફલાય ઓવર બનાવવાની દરખાસ્ત મૂકી હતી. અલબત, તેમના પ્રવચનમાં તેમણે એમ સ્પષ્ટ કહ્યું હતું કે ભુજ જેવા કેટલાક શહેરોમાં એક જ ફલાય ઓવર બનાવવામાં આવશે.

હજુ મકાનમંત્રી તરીકે પત્ર લખી બે ફ્લાય ઓવર આપ્યા હતા

ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો પૂર્વે માર્ગ અને મકાન મંત્રી નિતીન પટેલે જ કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ અને ભુજ તાલુકા ભાજપ પ્રમુખ ધનજી ભુવાને એસએસઆર/102018/104/પા.ફા./સી નંબરથી એક પત્ર લખ્યો હતો અને ભુજમાં બે ફ્લાયઓવર બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હોવાનું લખ્યું હતું. આ પૈકી જ્યુબિલી સર્કલ પરના ફ્લાયઓવર માટે 3190 લાખ અને પ્રિન્સ રેસિડેન્સી હોટેલ પાસેના ફલાયઓવર માટે 467 લાખની રકમ અંદાજવામાં આવી હોવાનું પણ લખ્યું હતું

બજેટમાં કચ્છનો ઉલ્લેખ
  • ઘડુલી-સાંતલપુર રસ્તાની 80 કિમી લંબાઇની ખૂટતી કડીઓની કામગીરી 323 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવેલ છે.
  • કચ્છ સહિતના જિલ્લાઓમાં ડિસેલીનેશન પ્લાન્ટ.
  • કચ્છ જિલ્લા માટે અંજારથી કુકમા સુધીની 27 કિમી લંબાઇની બલ્ક પાઇપલાઇન અને પંમ્પીંગ મશીનરી પ્રગતિમાં છે.
  • 135 કરોડની યોજના દ્વારા ભુજ શહેર અને પશ્ચિમ કચ્છના નખત્રાણા, માંડવી, લખપત અને અબડાસા તાલુકાને લાભ મળશે.
નર્મદા માટેની ફાળવણી આવકાર્ય : છેડા

માજી કચ્છી મંત્રી તારાચંદ છેડાએ બજેટને આવકારતા જણાવ્યું હતું કે નર્મદાના કાર્યો માટે 892 કરોડની ફાળવણી કરાતા કચ્છમાં આનંદની લાગણી ફેલાઇ છે. વિધવા પેન્શનમાં  50 ટકા વધારો કર્યો છે. આંગણવાડીની બહેનોના વેતનમાં પણ 900નો વધારો કર્યો છે. ડિસેલીનેશન પ્લાન્ટ પણ જરૂરી છે.

ભાજપ આવકારવાનું, કોંગ્રેસ વિરોધ ભુલ્યું

દર વર્ષે રાજ્ય કે કેન્દ્ર સરકારના બજેટને સંબંધિત પક્ષો આવકાર કે વિરોધ કરતા હોય છે. રાજ્ય સરકારના બજેટને આવકારવાનું ભાજપ ભુલ્યું હતું. જ્યારે વિરોધ કરવાનું કોંગ્રેસ ભુલ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments