નીતિશની સલાહ- ત્રણ તલાકમાં ગરબડ છે તો તેને સુધારવાની જવાબદારી અલ્પસંખ્યકો પર છોડી દો

0
24

પટનાઃ મુખ્યમંત્રી નીતિશ કુમારે ત્રણ તલાકના મુદ્દે ફરી એક વખત JDUનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેઓએ કહ્યું કે, “ત્રણ તલાકનો મુદ્દો સીધી રીતે અલ્પસંખ્યક સમાજ સાથે જોડાયેલો છે. ત્યાં જો કોઈ ગડબડી છે તો તેને સુધારવાની જવાબદારી અલ્પસંખ્યક સમાજ પર છોડી દેવી જોઈએ.”

ત્રણ તલાક સાથે જોડાયેલો નવો ખરડો લોકસભામાં પસાર થઈ ગયો છે. મોદી સરકાર રાજ્યસભામાં પાસ કરાવવાના પ્રયાસો કરી રહી છે. વિપક્ષ ઈચ્છે છે કે બિલને સિલેક્ટ કમિટીને મોકલવામાં આવે.

નીતિશે કહ્યું- દબાણ ન બનાવો

નીતિશે કહ્યું, “આ મુદ્દા પર મારી અને JDUનું વલણ સ્પષ્ટ છે. આ મુદ્દાને ઈનફોર્સ કરવાને બદલે તેને ઈન્ટરેક્ટ કરવો જોઈએ. મુસ્લિમ સમાજના લોકોને ઉણપ દૂર કરવા માટે પ્રેરિત કરવા જોઈએ.” મુખ્યમંત્રીએ આ વાત પટનામાં લોક સંવાદ કાર્યક્રમ પછી મીડિયાને જણાવી હતી.

મોદી ફરી બનશે PM

મુખ્યમંત્રીએ કહ્યું કે મહાગઠબંધનનું કોઈ ભવિષ્ય નથી. મહાગઠબંધન આત્મવિશ્વાસની ઉણપનો શિકાર થઈ ગયો છે. પહેલાં દાવો થતો હતો કે RJDમાં ઘણો દમ છે પરંતુ ચૂંટણી પહેલાં જ RJD આત્મવિશ્વાસ ગુમાવી રહ્યું છે. રસ્તા પર જે પણ મળે છે તેને ખેંચીને સાથે લઈ લે છે. બિહારની જનતા કામના આધારે વોટ કરશે. નરેન્દ્ર મોદી જ ફરી PM બનશે.

રાફેલ કોઈ મુદ્દો નથી

નીતિશે કહ્યું કે રાફેલ હવે કોઈ મુદ્દો નથી રહ્યો. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે પોતાનો નિર્ણય આપી દીધો છે. લોકસભામાં આ અંગે વિસ્તૃત ચર્ચા થઈ છે. ક્યાંય કોઈ વાત નથી વધી. શું કોઈ નવી વાત સામે આવી છે કે JPC બનાવવામાં આવે. આ માગ ગેરવ્યાજબી છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here