નીતિ આયોગની પુનઃરચના, રાજીવ કુમાર ઉપપ્રમુખ તરીકે યથાવત,

0
65

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે નીતિ આયોગની પુન: રચના કરી છે. રાજીવ કુમાર આયોગના ઉપપ્રમુખ તરીકે ચાલુ રહેશે. મોદીએ 8 કેબિનેટ સમિતિની રચના કરી છે. ગુરુવારે સરકારે તમામ સમિતિના સભ્યોના નામ જાહેર કર્યા હતા તેમાં ગૃહમંત્રી અમિત શાહ તમામ 8 સમિતિમાં સામેલ છે. આથી સ્પષ્ટ છે કે મોદી ટુ સરકારમાં તેમની હાજરી મહત્ત્વપૂર્ણ છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહને 6 સમિતિમાં સ્થાન મળ્યું છે. અગાઉ તેમને બે સમિતિમાં જ સ્થાન અપાયું હતું.

વડાપ્રધાન મોદીએ પોતાને આવાસ અને સંસદીય બાબતોની બે સમિતિમાંથી દૂર રાખ્યા છે. આથી તેની અધ્યક્ષતા અમિત શાહ કરશે. નિર્મલા સીતારમણ નાણામંત્રી તરીકે 7 સમિતિમાં સામેલ છે.રાજનાથને સુરક્ષા અને આર્થિક બાબતોની મહત્ત્વની સમિતિમાં સ્થાન મળ્યું છે. સીવીસી અને સીબીઆઈના વડાની નિમણૂંક કરતી સમિતિમાં માત્ર મોદી અને શાહ છે.

નીતિ આયોગમાં પણ અમિત શાહ
નીતિ આયોગમાં ગૃહમંત્રી અમિત શાહને સભ્ય તરીકે સામેલ કર્યા છે. અન્ય મંત્રીઓમાં રાજનાથ સિંહ, નિર્મલા સીતારમણ અને નરેન્દ્રસિંહ હોદ્દાની રુએ સભ્ય હશે. વિવેક દેવરોયને હટાવવામાં આવ્યા છે. આ સિવાય વી કે સારસ્વત, વી કે પોલ અને રમેશ ચંદ્રને ફરીથી સભ્ય ચૂંટવામાં આવ્યા છે. ગૃહ મંત્રી અમિત શાહને એક્સઓફિશિઓ સભ્ય બનાવવામાં આવ્યા છે.

ગડકરી-ગોયલને વિશેષ આમંત્રિત સભ્યમાં સામેલ
આ સિવાય પરિવહન મંત્રી નિતિન ગડકરી, રેલવે મંત્રી પીયૂષ ગોયલ, સામાજિક ન્યાય મંત્રી થાવરચંદ્ર ગહલોત અને રાવ ઈન્દ્રજીત સિંહને સમિતિના વિશેષ આમંત્રિત સભ્ય બનાવવામાં આવ્યા છે. ગત વખતે ગડકરી, ગહલોત સિવાય પ્રકાશ જાવડેકર પણ વિશેષ આમંત્રિત સભ્ય હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here