Tuesday, September 21, 2021
Homeનીતિ આયોગે રાહુલ ગાંધીને કર્યો સવાલ, 72 હજાર આવશે ક્યાંથી ?
Array

નીતિ આયોગે રાહુલ ગાંધીને કર્યો સવાલ, 72 હજાર આવશે ક્યાંથી ?

રાહુલ ગાંધીની ન્યાય યોજનાને લઈ નીતિ આયોગે સવાલ ઉઠાવ્યા છે. નીતિ આયોગના પૂર્વ વાઈસ ચેરમેન અરવિંદ પનગરીયાએ સવાલ કર્યો કે આટલા બધા પૈસા ક્યાંથી આવશે. મહત્વનું છે કે રાહુલ ગાંધીએ દેશના 20 ટકા ગરીબોને વર્ષે 72 હજાર રૂપિયાની આર્થિક સહાય કરવાની ન્યાય યોજનાની જાહેરાત કરી છે.

શું છે ન્યાય સ્કીમ ?

લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે. 11 એપ્રિલે, પહેલાં તબ્બકાનું મતદાન થશે. કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધીએ મતદારો માટે એક લોભામણી યોજનાની જાહેરાત કરી છે. જેનું નામ ‘ન્યાય સ્કીમ’ આપવામાં આવ્યું છે. આ જાહેરાત અંતર્ગત તેમણે જણાવ્યું હતું કે આ યોજનાથી 20% ગરીબ પરિવારોનાં ખાતામાં દર વર્ષે સીધા રૂ.72,000 જમા થશે.

ન્યાય સ્કીમનો મુખ્ય હેતુ

રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર ન્યાય સ્કીમનો મુખ્ય હેતુ ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને તેમાંથી બહાર લાવવા નો છે. આ યોજનાનો લાભ એ પરિવારને સીધો મળશે જેમની માસિક આવક રૂ.12,000થી ઓછી હશે. આ યોજના દ્વારા દરેક ગરીબ પરીવારની માસિક આવક રૂ.12,000 સુધી કરી શકાશે. દેશના દરેક પરિવારને રૂ.12,000 ન્યુનત્તમ આવક શ્રેણીમાં લાવવામાં આવશે. ઉદાહરણ તરીકે જો તમારા પરિવારની માસિક આવક રૂ.5,000 હોય તો કોંગ્રેસ સરકાર તરફથી તમને રૂ.7,000 આપવામાં આવશે. જો તમારી માસિક આવક રૂ.4,000 હશે તો કોંગ્રેશ સરકાર તરફથી તમને રૂ.8,000 આપવામાં આવશે.

ગરીબી રેખા નીચે જીવતા લોકોને બહાર લાવવાનો પ્રયાસ

આ યોજનાનો મુખ્ય હેતુ દરેક પરિવારને ન્યુનતમ આવક મળે તે માટેનો છે. સ્કીમ મુજબ જે પરિવારની માસિક આવક રૂ.12,૦૦૦થી વધુ હશે તેમને આ યોજનાનો લાભ નહીં મળે. ન્યાય સ્કીમની સૌથી સારી બાબત એ છે, કે યોજના અંતર્ગત આવતા લોકોનાં બેન્ક એકાઉન્ટમાં સીધી આ રકમ જમા કરવામાં આવશે. આ યોજના અંગે બેન્કને પણ દરેક ઓનલાઈન મહિતીની જાણકારી આપવામાં આવશે.

25 કરોડ લોકોને આ યોજનાનો લાભ મળશે

રાહુલ ગાંધીનાં મત મુજબ 20% લેખે દેશના 5 કરોડ ગરીબ પરિવારને આ યોજનાનો લાભ મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દરેક પરિવારમાં સરેરાશ 5 લોકો હોય છે, તો આ યોજનાનો લાભ દેશના 25 કરોડ લોકોને મળશે. તેમની આ યોજના પ્રમાણે એક પરિવાર માટે રૂ.72,000 રિઝર્વ રાખવામાં આવ્યા છે. આ યોજનાની જાહેરાત સાથે એવો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે, બેરોજગારની સ્થિતિમાં પરિવારને આ યોજનાનો લાભ મળશે કે નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments