Sunday, October 24, 2021
Homeનીરવ મોદીના 100 કરોડ રૂપિયાના બંગલાને થોડા કલાકોમાં જ તોડી પાડવામાં આવશે
Array

નીરવ મોદીના 100 કરોડ રૂપિયાના બંગલાને થોડા કલાકોમાં જ તોડી પાડવામાં આવશે

મુંબઈઃ હાલ હીરા કારોબારી નીરવ મોદીના અલીબાગમાં આવેલા 30 હજાર ફુટની જગ્યા પર બનાવવામાં આવેલા બંગલાને તોડી પાડવાની કામગીરી કરાઈ રહી છે. બંગલાને તોડી પાડવા માટે 100 જગ્યાએ વિસ્ફોટકો લગાવવામાં આવ્યા છે. અલીબાગ સ્થિત આ બંગલો મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં સ્થિત છે.

બંગલામાં ફર્સ્ટ ફલોર પર 1000 ફુટનો સ્વિમિંગ પુલ પણ છે

સી-બીચની પાસે બનેલા લગભગ 100 કરોડ રૂપિયાના આ બંગલાને તોડવાનો બીજો તબક્કો મંગળવારથી શરૂ થઈ ગયો હતો. બંગલાના પાયા કે જેમા શીશાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેને દૂર કરવામાં આવ્યા છે. વિસ્ફોટમાં શીશું જો ઉડીને અન્ય જગ્યાઓ પર પડે તો વધુ નુકસાન થવાની શકયતા હોવાના પગલે તેને પહેલેથી દૂર કરવામાં આવ્યા છે.
નીરવ મોદી લગભગ 13,700 કરોડ રૂપિયાના પીએનબી ગોટાળાના મુખ્ય આરોપી છે. ગોટાળો પ્રકાશમાં આવ્યા બાદ નીરવ મોદીની ઘણી જગ્યાઓ પર રેડ કરવામાં આવી હતી અને તેમની સંપતિને સીઝ કરવામાં આવી હતી.
ઘણાં બેડરૂમ અને હોલ ધરાવતા આ બંગલામાં ફર્સ્ટ ફલોર પર 1000 વર્ગ ફુટનો સ્વિમિંગ પુલ પણ છે. મોદી એ આ બંગલાની બહાર ગેરકાયદેસર રીતે એક ગાર્ડન પણ બનાવ્યો હતો.
આ બંગલો રાજય અને તટવર્તી ક્ષેત્રોના નિયમોનું ઉલ્લંઘન કરીને બનાવવામાં આવ્યો છે. 58 અન્ય ઈમારતોને પણ તોડી પાડવાની નોટિસ મોકલવામાં આવી હતી. હાઈકોર્ટે સરકારને એ બતાવવાનો નિર્દેશ આપ્યો હતો કે અલીબાગમાં વચ્ચેના કિનારે બનેલી ગેરકાયદેસર સંપતિઓની વિરુદ્ધ રાજય સરકાર શું કામગીરી કરી રહી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments