Wednesday, September 22, 2021
Homeનીરવ મોદીનો કોર્ટમાં ઘા, અમારા પેઇન્ટીંગ્સની હરાજી અટકાવો યોર ઑનર
Array

નીરવ મોદીનો કોર્ટમાં ઘા, અમારા પેઇન્ટીંગ્સની હરાજી અટકાવો યોર ઑનર

અબજો રૂપિયાનું કૌભાંડ કરીને વિદેશ નાસી ગયેલા નીરવ મોદીની કંપનીએ મુંબઇ હાઇકોર્ટમાં ધા નાખી હતી કે અમારા કરોડો રૂપિયાના પેઇન્ટીંગ્સનું લીલામ અટકાવો યોર ઑનર… તાજેતરમાં કેન્દ્ર સરકારે નીરવના કબજામાંના 68 મોંઘાદાટ પેઇન્ટિંગ્સના લીલામને હરી ઝંડી આપી હતી. એમાંથી જે આવક થાય એ નીરવના કૌભાંડ પેટે વાળી લેવાની હતી.

આ નિર્ણય સામે નીરવની કંપની કેમલોંટ એંટરપ્રાઇઝે હાઇકોર્ટંમાં ધા નાખતાં એવી અરજી કરી હતી કે આ પ્રકારની લીલામી ગેરકાયદે છે. આ તમામ ચિત્રો 27મી માર્ચે એટલે કે આવતી કાલે લીલામમાં મૂકાવાનાં છે. અરજદારોને એ્વી આશા હતી કે હાઇકોર્ટ આ લીલામ સામે સ્ટે જાહેર કરશે.

જો કે હાઇકોર્ટે તો આ અરજીની સુનાવણી પહેલી એપ્રિલે કરવાની જાહેરાત કરી હતી. એથી વિશેષ કોઇ જાહેરાત હાઇકોર્ટે કરી નહોતી. ગયા સપ્તાહે એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટે નીરવના અગિયાર મોંઘાં વાહનોની લીલામીની પરવાનગી આપી હતી. આ વખતે ચિત્રોની હરાજીની પરવાનગી આપવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments