નીરવ મોદીનો જોરદાર ખુલાસો, ભારતના કાયદાનો નહીં પણ આ છે સૌથી મોટો ડર

0
19

પીએનબી ગોટાળાના મુખ્ય આરોપી ભાગેડૂ હિરા કારોબારી નીરવ મોદીએ અહીંની એક અદાલતને કહ્યું કે તે સુરક્ષા ચિંતાઓ અને તેના મામલામાં રાજનીતિકરણને લીધે ભારત પાછો નથી ફરી રહ્યો. મોદીના વકીલે ધન શોધન મામલાઓ માટે વિશેષ અદાલત સમક્ષ પ્રવર્તન નિદેશાલય 9ઈડી)ની અરજી પર જવાબ દાખલ કર્યો હતો. ઈડીએ તેની અરજીમાં હિરા કોરોબારીને ભાગેડૂ આર્થિક અપરાધિ અધિનિયમ (એફઈઓએ)ના અંતર્ગત ભાગેડૂ જાહેર કરવાની માગ કરી છે.

મામલાને રાજનીતિક ઉદ્દેશ્યો માટે ઉપયોગ કરાઈ રહ્યો છે

જવાબમાં કહેવાયું છે કે મોદીને તેમની સામે હિંસક ધમકીને જોતા પોતાની સુરક્ષાને લઈને ડર છે. તમામ પક્ષોના નેતાઓ દ્વારા અપાયેલા નિવેદન દર્શાવે છે કે તેમણે તેમના દોષના મુદ્દે પહેલાંથી જ નિર્ણય કરી લીધો છે અને તેમના મામલાને રાજનીતિક ઉદ્દેશ્યો માટે ઉપયોગ કરાઈ રહ્યો છે. મોદીએ જવાબમાં કહ્યું કે જ્યાં તે પોતાની સામે મામલો નોંધાવાના ખૂબજ પહેલાં દેશ છોડીને ચાલ્યો ગયો હતો, તો ઈડીએ ખોખરા દાવાઓ દ્વારા અપરાધો માટે તેમને ફસાવવાનો પ્રયાસ કર્યો છે.

હિરા કારોબારીએ ઈડીના સમન્સનો ઉચિત જવાબ આપ્યાનો દાવો પણ કર્યો

ભાગેડૂ હિરા કારોબારીએ ઈડીના સમન્સનો ઉચિત જવાબ આપ્યાનો દાવો પણ કર્યો છે. ઈડીના અનુસાર મોદી ત્રણ વખત તેમના સમન્સનો જવાબ આપવામાં નિષ્ફળ રહ્યો છે. એ પછી તેણે એફઈઓએના અંતર્ગત અરજી દાખલ કરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here