નીરવ મોદી જે બંગલામાં પાર્ટી કરતો હતો તેને તોડી પાડવાનું શરૂ

0
22

મુંબઈઃ ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીનો મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગમાં આવેલો આલિશાન બંગલો શુક્રવારે તોડી પડાયો છે. 70 હજાર ચો.ફૂટમાં બનેલો આ બંગલો સંપૂર્ણપણે ગેરકાયદે હતો. સત્તાવાર દસ્તાવેજ મુજબ આ બંગલો 33 હજાર ચો.ફૂટમાં બનેલો છે. ગ્રાઉન્ડ ઉપરાંત એક માળ પણ ધરાવે છે. 2009, 2010માં આ બંગલો બન્યો હતો. તે સમયે તેની કિંમત રૂપિયા 13 કરોડની હતી પણ આજના બજાર ભાવે તેની કિંમત રૂપિયા 100 કરોડ થવા જાય છે.

પર્યાવરણના નિયમોનો ભંગ કરીને તેને બનાવાયો હતો. નીરવ મોદી આ બંગલામાં ભવ્ય પાર્ટી કરતો હતો. અલીબાગના એસડીએમ શરદ પવારે સાંજે 4 વાગે આ બંગલાની તોડફોડ શરૂ કરી હતી. રાયગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય સૂર્યવંશીએ આ બંગલાને ગેરકાયદે જાહેર કર્યો હતો. તેની પહેલા તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.ઓ.સોનવણે દ્વારા તેને કાયદેસર જાહેર કરાયો હતો. પણ તેની સામે અરજી થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here