નીરવ મોદી વિરૂદ્ધ EDએ 11 મહિનામાં બીજી ચાર્જશીટ દાખલ કરી

0
0

નવી દિલ્હીઃ 13,700 કરોડ રૂપિયાના PNB કૌભાંડમાં EDએ નીરવ મોદી વિરૂદ્ધ નવી ચાર્જશીટ દાખલ કરી છે. મુંબઈ સ્થિત પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ કોર્ટમાં આ ચાર્જશીટ દાખલ થઈ છે. PNB કૌભાંડમાં ED મની લોન્ડ્રિંગની તપાસ કરે છે.

15.5 લાખ રૂપિયા મહિનાના ભાડાવાળા એપાર્ટમેન્ટમાં રહે છે નીરવ

EDના અધિકારીઓનું કહેવું છે કે નીરવ અને કેટલાંક અન્ય આરોપીઓ વિરૂદ્ધ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ મામલામાં વધારાના પુરાવા મેળવવામાં આવ્યાં છે. અને સંપત્તિ અટેચની કાર્યવાહી કરવામાં આવી છે. PNB કૌભાંડમાં EDએ પહેલી ચાર્જશીટ મે, 2018માં દાખલ કરી હતી.
બે દિવસ પહેલાં જ અંગ્રેજી અખબાર ટેલીગ્રાફે નીરવ મોદીનો વીડિયો જાહેર કર્યો હતો અને માહિતી આપી હતી કે તે લંડનના વેસ્ટ એન્ડ વિસ્તારમાં 72 કરોડ રૂપિયાના એપાર્ટમેન્ટમાં રહે છે. તેના માટે તે દર મહિને 15.5 લાખ રૂપિયા ભાડું ચુકવે છે. તે હીરાનો બિઝનેસ પણ કરે છે.
આ સમાચાર પછી EDએ 9 માર્ચે કહ્યું હતું કે નીરવના પ્રત્યાર્પણની અપીલ પર યુકેના ગૃહ સચિવે ત્યાંની કોર્ટમાં કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here