Wednesday, December 8, 2021
Homeનેચરલ ફાર્મિંગના પ્રણેતા ડૉ એલ. નારાયણ રેડ્ડીનું 84 વર્ષની વયે નિધન
Array

નેચરલ ફાર્મિંગના પ્રણેતા ડૉ એલ. નારાયણ રેડ્ડીનું 84 વર્ષની વયે નિધન

નેશનલ ડેસ્કઃ ભારતમાં નેચરલ ફાર્મિંગ અને પ્રોડ્કટના પ્રણેતા એલ. નારાયણ રેડ્ડીનું 84 વર્ષની વયે નિધન થયું છે. મુળ કર્ણાટકના વતની અને ભારત સહિત વિશ્વના અનેક દેશોને ઓર્ગેનિક ફાર્મિંગ શીખવનાર નારાયણ રેડ્ડીએ ગઈ કાલે તેમના કર્ણાટકના ગામ દોધાબલપુરમના પોતાના ખેતર મારેનાહાલીમાં છેલ્લા શ્વાસ લીધા હતા. તેઓ તેમની સરળતા અને ખેતીની વિશિષ્ટાથી ભારતમાં પ્રસિદ્ધ હતા.

50 ડિગ્રી જેટલા ઉંચા તાપમાન અને માઈનસ 15 ડિગ્રી તાપમાનમાં પણ કઈ રીતે ખેતી કરી શકાય તેની વિવિધ ટેકનિકો સાથે તેમણે વિશ્વના અનેક દેશોને ઓર્ગેનિક ફાર્મિંગ શીખવ્યું હતું. માત્ર પ્રાથિમક શાળાનો અભ્યાસ લીધા બાદ ખેતી સાથે જોડાઈ જનાર નારાયણ રેડ્ડીને ભારતની કેટલીય યુનિવર્સિટીઓએ ડૉક્ટરેટની ડિગ્રીઓ આપી હતી. 84 વર્ષની ઉમર સુધી રોજ ખેતી કરવી અને પોતના ખેતરમાં લાખો પક્ષીઓને નિભાવતા હતા. ભારતની 8થી 10 ભાષાઓ જાણતાં હતાં.

કર્ણાટકના બિજાપુરમાં ગત્ત મહિને આયોજિત ભારત વિકાસ સંગમના ભારતીય સંસ્કૃતિ ઉત્સવ-5માં રેડ્ડીજીએ 1 લાખ ખેડૂતનો સંબોધિત કર્યા હતા. ભારત સરકારે પણ તેમનો ‘લખપતિ ખેતી’નો પ્રોજેક્ટ ભારતના વિવિધ રાજ્યોમાં ઇમ્પ્લિમેન્ટ કર્યો છે. કેન્દ્ર સરકારના કૃષિ વિભાગે ‘પંડિત દિનદયાલ ઉપાધ્યા કૃષિ લખપતિ ખેતી’ નામના પ્રોજેક્ટ અનુસાર દેશમાં 100 સેન્ટર સાથે એક એકર જમીનમાં ખેડૂતને લાખો રૂપિયા કમાવવા તૈયાર કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments