નેતાજી સુભાષચંદ્ર બોઝ પર બનતી ફિલ્મ ‘ગુમનામી’નું શૂટિંગ શરૂ, ઓક્ટોબરમાં રિલીઝ થશે

0
77

મુંબઈઃ નેતાજી સુભાષચંદ્ર બોઝ પર બનેલી ફિલ્મ ‘ગુમનામી’નું શૂટિંગ મંગળવાર (29 મે)થી પશ્ચિમ બંગાળના આસનસોલમાં શરૂ થયું છે. ફિલ્મનું ડિરેક્શન નેશનલ એવોર્ડ વિનર ફિલ્મમેકર શ્રીજીત મુખર્જી કરી રહ્યાં છે. ફિલ્મમાં લીડ રોલમાં બંગાળી હીરો પ્રોસેનજીત ચેટર્જી છે. ફિલ્મ આ વર્ષે ઓક્ટોબરમાં દુર્ગા પૂજા દરમિયાન રિલીઝ કરવામાં આવશે.

ફિલ્મ ‘ગુમનામી બાબા’ કેસ પર આધારિત છે

નેતાજી સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ હંમેશા વિવાદમાં રહ્યું છે. કહેવાય છે કે 18 ઓગસ્ટ, 1945માં પ્લેન ક્રેશમાં નેતાજીનું નિધન થયું હતું. જોકે, સ્વતંત્રતા બાદ ભારત સરકારે આ ઘટના અંગે તપાસ સમિતિ નીમી હતી. આ તપાસ સમિતિએ કહ્યું હતું કે નેતાજીનું અવસાન તે પ્લેન ક્રેશમાં થયું હોય તેવા કોઈ પુરાવા નથી.

માનવામાં આવે છે કે નેતાજીનું અવસાન તે પ્લેન ક્રેશમાં થયું નહોતું. તેઓ જાપાન સરકારની મદદથી અન્ડરગ્રાઉન્ડ થયા હતાં. લાંબા સમય સુધી રશિયામાં છુપાઈને રહ્યાં હતાં. ભારત આઝાદ થતાં તેઓ પરત આવ્યા હતાં અને યુપીના ફૈઝાબાદમાં ‘ગુમનામી બાબા’ ઉર્ફે ભગવનજી નામ રાખીને રહ્યાં હતાં.

1985માં ફૈઝાબાદમાં ‘ગુમનામી બાબા’નું નિધન થયું હતું. ત્યારબાદ અનેક લોકોએ સ્વીકાર્યું હતું કે નેતાજી જ ગુમનામી બાબા બનીને અહીંયા રહેતા હતાં. ગુમનામી બાબાના મૃત્યુ બાદ તેમના સામાનમાંથી નેતાજીના પરિવારની તસવીરો, નેતાજી સંબંધિત લેખો, રાજકીય લોકોના પત્રો વગેરે જેવી વસ્તુઓ મળી આવી હતી. જેણે નેતાજી જ ‘ગુમનામી બાબા’ હતાં તે દાવાને પ્રબળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here