નેપાળની સેન્ટ્રલ બેન્કે ભારતની 100 રૂપિયાથી વધુની કિંમતની કરન્સી નોટ પર પ્રતિબંધ મૂક્યો

0
12

કાઠમાડુંઃ  નેપાળ સરકારે 14 ડિસેમ્બરના રોજ ભારતની 2 હજાર, 500 અને 200 રૂપિયાની કરન્સી નોટો પર પ્રતિબંધ મૂક્યા બાદ રવિવારે નેપાળની સેન્ટ્રલ બેન્ક, નેપાળ રાષ્ટ્ર બેન્કે ભારતની 100 રૂપિયાથી વધુના મુલ્યની ભારતની કરન્સી નોટ સ્વીકારવા પર પ્રતિબંધ ફરમાવતો એક સરક્યુલર બહાર પાડ્યો છે. આ અંતર્ગત નેપાળી ટ્રાવેલર્સ, બેન્ક અને ફાઈનાન્શિયલ ઈનસ્ટિટ્યુશનને આ કરન્સી નોટ ન લેવાનું કહેવામાં આવ્યું છે. આ અંગેનો એક અહેવાલ નેપાળના મિડિયામાં પ્રસિધ્ધ થયો છે.

નવા નિયમ મુજબ નેપાળનો નાગરીક ભારત જવા સિવાયના સંજોગોમાં ભારતની 200,500 અને 2000 રૂપિયાની નોટ સાથે રાખી શકશે નહિ. આ ઉપરાંત નેપાળી પણ બીજા દેશની કરન્સી નોટ નેપાળમાં લાવી શકશે નહિ. જોકે ભારતની 100 કે તેનાથી ઓછા મુલ્યની નોટને નેપાળમાં વાપરી શકાશે. અને વ્યવહાર કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે આ પ્રતિબંધનો ટ્રાવેલ ટ્રેડર્સ અને ઉદ્યોગ સાહસિકોએ વિરોધ કર્યો હતો. તેમણે આ મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે આ પગલાને કારણે ટુરીઝમને અસર થશે. નોંધનીય છે કે નેપાળ સરકારે વિઝીટ નેપાળના કેમ્પેનની શરૂઆત હાલ કરી છે. અને આ કેમ્પેનનો મુખ્ય હેતું વર્ષ 2020 સુધીમાં નેપાળમાં 2 મિલિયન ટુરિસ્ટને આકર્ષવનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here