નેપાળમાં સંકટ વધ્યું! PM ઓલીએ કેબિનેટ મીટિંગ બોલાવી, ચીને પણ સાથ છોડ્યો

0
2

સીએન ૨૪ ન્યૂઝ: નેપાળમાં વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી (KP Sharma Oli)ને ભારત વિરુદ્ધ નિવેદન આપવું ભારે પડતું નજરે પડી રહ્યું છે. ઓલીએ પીએમ પદની રાજીનામાની માંગણી વચ્ચે કેબિનેટની આપતકાલીન બેઠક બોલાવી છે. પ્રાપ્ત માહિતી મુજ ઓલીએ મોડી રાતે ચીની રાજદૂત (Chinese Ambassador)થી પણ મુલાકાત કરી મદદ માંગી હતી પણ ત્યાંથી પણ નિરાશા જ હાથે લાગી છે. તેવી ખબર છે કે પાર્ટીને તૂટીથી બચાવવા ઓલીને જલ્દી જ રાજીનામું આપવું પડે શકે છે.

કેપી શર્મા ઓલી અને કેબિનેટના નજીકના મંત્રીઓ વચ્ચે ગત કલાકોમાં અનેક બેઠક ચાલી રહી છે. અને તે પછી હવે આપાતકાલીન બેઠક પણ શરૂ થશે. જો ઓલી વડાપ્રધાન પદથી રાજીનામું ન આપે તો દબાવ બનાવવા માટે માઓવાદી ખેમેથી મંત્રી રાજીનામાં આપી શકે છે. બીજી તરફ ઓલીની પાર્ટી સ્થાઇ સમિતિની રાજીનામું ન માંગીને સંસદીય દળમાં બહુમત મેળવવાનો પ્રયાસ કરશે.

ઉલ્લેખનીય છે કે ભારતના સંદર્ભમાં વડાપ્રધાનની ટિપ્પણી ન તો રાજનૈતિક રીતે ઠીક હતી ન તો કૂટનીતિને રીતે. ઓલીના નિવાસ સ્થાન પર સત્તારારૂઢ પાર્ટીની સ્થાયી સમિતિની બેઠક શરૂ થતા જ રવિવારે વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીની પણ આલોચના કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ભારત તેમને હડાવાનું કાવતરું રચી રહ્યું છે. વડાપ્રધાનની આ ટિપ્પણી ન તો રાજનૈતિક રીતે ઠીક હતી ના જ કૂટનીતિની રીતે યોગ્ય હતી.

એવું મનાય છે કે ચીનના ઉકસાવવા પર ઓલી સતત ભારત વિરોધી નજરિયો રજૂ કરી રહ્યા હતા. જો કે તેવી પણ ખબર આવી રહી છે કે આ મુશ્કેલીના સમયે ચીને પણ તેમનો સાથ છોડી દીધો. જાણકારી મુજબ કાલે મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં ચીની રાજદૂતને પણ વડાપ્રધાનના નિવાસ સ્થાને બોલવવામાં આવ્યો હતો. પણ તેણે પણ પોતાના હાથ ઉપર કરી લીધા હતા. આમ હવે પાર્ટીને તૂટતી બચાવવા ઓલીનું રાજીનામું જ એકમાત્ર વિકલ્પ બચ્યો છે. તેવું મનાય છે કે જો ઓલી પીએમનું પદ છોડે છે તો તેમની પાર્ટી અધ્યક્ષનું પદ બચી જશે.

એક વરિષ્ટ નેતાએ પ્રચંડના હવાલે જણાવ્યું કે વડાપ્રધાન દ્વારા પડોશી દેશો અને પોતાની પાર્ટીના નેતાઓ પર આરોપ લગાવવો ખોટો છે. તેમણે કહ્યું કે પ્રચંડ સિવાય વરિષ્ઠ નેતા માધવ કુમાર નેપાળ, ઝાલાનાથ ખનલ, ઉપાધ્યક્ષ બમદેવ ગૌતમ અને પ્રવક્તા નારાયણકાજી શ્રેષ્ઠને વડાપ્રધાનમંત્રીએ પોતાના આરોપોને લઇને સબૂત આપવા અને ત્યાગપત્ર આપવાની વાત કહી છે.

તેમણે કહ્યું કે વડાપ્રધાનની આ રીતની ટિપ્પણી પછી તેમણે નૈતિક આધાર પર રાજીનામું આપવું જોઇએ. બેઠકમાં હાજર વડાપ્રધાને આ મામલે કોઇ ટિપ્પણી નહતી કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here